Home> India
Advertisement
Prev
Next

2024 એટલે 2+0+2+4=8, સતત ત્રીજીવાર મોદીને પ્રધાનમંત્રી બનાવશે આ ગજબનો સંયોગ!

Know the PM Modi secret: નોટબંધી હોય કે સર્જિકલ સ્ટ્રાઈક કેમ પ્રધાનમંત્રી મોદી કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલાં સહેજ પણ ખચકાતા નથી? જાણો તેની પાછળ છે 8 નો મેજિક. જાણો કઈ રીતે મોદીનો આ મેજિક નંબર તેમના મેજિકમાં સતત વધારો કરી રહ્યો છે...

2024 એટલે 2+0+2+4=8, સતત ત્રીજીવાર મોદીને પ્રધાનમંત્રી બનાવશે આ ગજબનો સંયોગ!

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ 17 સપ્ટેમ્બર 1950ના રોજ પ્રધાનમંત્રી મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલાં વડનગરમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. જોકે, તેમના જીવન સાથે સંકળાયેલાં એક અંકના કારણે તેમનું જીવન અને ભારતનું ભવિષ્ય બદલાઈ ગયું. પ્રધાનમંત્રી મોદી વિશે એકદમ અજાણી વાતો સાથે ઝી 24 કલાકનો આ એક્સક્લુસિવ અહેવાલ વાંચો...નરેન્દ્ર મોદીના નામ સહિત તેમની સાથે 8 નો અંક ગજબ રીતે સંકળાયેલો છે. આ જ આઠનો અંક પ્રધાનમંત્રી મોદીને સતત ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી બનાવવામાં પણ મોટી મદદ કરશે. આ વખતે પણ સર્જાઈ રહ્યો છે ગજબનો સંયોગ. તેથી કોઈ વિપક્ષ કે કોઈ ટુકડા-ટુકડાં ગેંગ નહીં રોકી શકે મોદીનો રસ્તો. કારણકે, 8 ના અંક સાથે મોદીજીનો ગજબનો સંયોગ જોડાયેલો છે. 8 નો અંક મોદીનો લકી ચાર્મ બની ગયો છે. જાણો કઈ રીતે 8 નો અંક બદલતો રહ્યો છે મોદીનો મેજિક...

fallbacks

2024ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જ જીત થશેઃ 
2024 એટલે 2+0+2+4=8, 8 એટલે મોદીનો મેજિક નંબર! ભાજપનો ભગવો લહેરાશે અને નરેન્દ્ર મોદી ત્રીજીવાર બનશે ભારતના પ્રધાનમંત્રી. જાણીને અચરજ થશે પણ આ ગણિત આમ જ ચાલ્યું આવ્યું છે. 8 નો આ અંક સતત મોદીની સાથે રહ્યો છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખ હોય, તેમનું નામ હોય, તેઓ ગુજરાતમાં હતા ત્યારે તેમનો તત્કાલિન વિધાનસભા મતવિસ્તાર હોય, તેઓ સીએમ હતા ત્યારે તેમની તત્કાલિન ગાડીઓનો કાફલો હોય, તેમણે જેતે સમયે ગુજરાતમાં લાગુ કરેલી વિવિધ યોજનાઓ હોય, કે કપરાં સમયમાં તેમણે સીએમ તરીકે લીધેલી શપથની તારીખ હોય...આ દરેકમાં ક્યાંકને ક્યાંક 8 ના અંકનો ગજબનો સંયોગ જોવા મળે છે. 8 નો આ મેજિક મોદીનો મેજિક વધારે છે એવું કહેવું પણ અતિશ્યોક્તિ ભર્યું નથી. 

જ્યોતિષ શાસ્ત્ર અને અંક શાસ્ત્ર મુજબ પણ 8 એ શનિનો કારક છે. આ અંકના જાતકો ખુબ જ પાવરફૂલ હોય છે. તેઓ કોઈપણ બોલ્ડ સ્ટેપ લેતા ડરતા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 8 અંક ધરાવે છે. તેથી જ પ્રધાનમંત્રી મોદી પણ નોટબંધી હોય કે સર્જિકલ સ્ટ્રાઈક તેઓ કોઈપણ મોટો નિર્ણય લેતા સહેજ પણ ખચકાયા નથી. તમે જોયું હોય તો પીએમ મોદી હંમેશા તેમના હાથમાં કાળા રંગનો એક દોરો પણ પહેરી રાખે છે, આ દોરો પણ શનિદેવનો છે. 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નરેન્દ્ર મોદીએ રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારબાદ એમને પોતાની અંદર ઘણા ફેરફાર કર્યા છે. પણ એમણે જમણા હાથમાં બાંધેલો કાળો દોરો ક્યારેય છોડ્યો નથી. છેલ્લા 3 દાયકા કરતાં પણ વધુ સમય થઇ ગયો. નરેન્દ્ર મોદીના હાથમાં રહેલો કાળો દોરો વડનગરમાં આવેલા વારાહી માતાના મંદિરમાંથી દરેક નવરાત્રીમાં આવે છે. પીએમ મોદી વર્ષમાં બે વખત વારાહી માતાના મંદિરમાંથી આવતો કાળો દોરો બદલે છે. 

8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ
જન્મની તારીખઃ 17 સપ્ટેમ્બર 1950માં ગુજરાતના વડનગર ખાતે જન્મેલા નરેન્દ્ર મોદીની જન્મ તારીખનો સરવાળો પણ 8 થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખ 17 છે. 1 અને 7 નો સરવાળો 8 થાય છે.

નામમાં 8: અંગ્રેજીમાં Narendra નામમાં કુલ મૂળાક્ષર 8 થાય છે. જ્યારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી એમ આખું નામ પણ 8 અક્ષરોથી બને છે.

તત્કાલિન મતવિસ્તારનો પીનકોડઃ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો વિધાનસભા મતવિસ્તાર મણીનગર હતો. મણીનગરનો પીક કોડ નંબર પણ 8 હતો.

તત્કાલિન મતવિસ્તારનો વિધાનસભા બેઠક ક્રમાંકઃ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તે અમદાવાદની મણીનગર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતાં. મણીનગરનો વિધાનસભા બેઠક ક્રમામ 53 હતો. જેમાં 5 અને 3 નો સરવાળો પણ 8 થાય છે. 

દરેક સંજોગોમાં 8 નો અંક હંમેશા રહ્યો મોદીની સાથેઃ (શપથવિધિની તારીખનો સરવાળો)
વર્ષે 2012ના ડિસેમ્બર 26 ના રોજ મોદીએ ચોથીવાર ગુજરાતના સીએમ તરીકે શપથ લીધાં હતાં. શપથવિધિ માટે પણ તેમણે આ તારીખ પસંદ કરી હતી. કારણકે, વિપરિત પરિસ્થિતિઓમાં તે સમયે પણ 8નો આંક તેમની સાથે હતો. 26નો આંકડો એટલે 2 + 6 = 8. આ રીતે વિપરિત સંજોગોમાં પણ તે સમયે મોદી ફરી એકવાર વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસલ કરીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટણી આવ્યાં હતાં.

મોદી સીએમ હતા ત્યારે તેમના કોન્વોયમાં 8 નો દબદબોઃ નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓના કોન્વોયમાં પણ 8 ના અંક નો દબદબો જોવા મળતો હતો. તે સમયે તેમની ઝેડ પ્લસ સિક્યુરીટીમાં કુલ 17 ગાડીઓનો કાફલો હતો. 1 અને 7 નો સરવાળો પણ 8 થાય છે. આ ઉપરાંત તેઓની સ્પેશિયલ કોન્વોય કે જેમાં તેઓ પોતે બેસતા હતા, તેવી સ્કોર્પિયો ગાડીઓની કોન્વોયમાં પણ 8 સિક્યુરિટી ગેજેટ્સથી સજ્જ ગાડીઓનો કાફલો હતો.

મોદીનો બંગલા નંબરઃ નરેન્દ્ર મોદી જ્યારે ગાંધીનગરમાં મંત્રી નિવાસસ્થાનમાં રહેતા હતા તે સમયે મોદીજીના બંગલાનો નંબર 26 હતો. જેનો સરવાળો પણ 8 થાય છે.

સીએમ તરીકે તેમની આ 8 યોજનાઓ ખુબ સફળ રહીઃ કૃષિ મહોત્સવ, ચિરંજીવી યોજના, માતૃવંદના, અમૃતમ મા કાર્ડ, શાળા પ્રવેશોત્સવ, બેટી બચાઓ-બેટી પઢાઓ, કર્મયોગી યોજના, જ્યોતિગ્રામ યોજના સહિત આ 8 યોજનાઓએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિશેષ નામના અપાવી.

મોદીના મહોત્સવમાં 8 નો જાદુઃ નરેન્દ્ર મોદીએ મોટા ભાગે જે મહોત્સવનું આયોજન કર્યું તેનું નામ પણ 8 અક્ષરોનું જ હતું. ખાસ કરીને ગુજરાતમાં વાઈબ્રન્ટ નવરાત્રિ, કાંકરિયા કાર્નિવલ, વાઈબ્રન્ટ ગુજરાત, કાઈટ ફેસ્ટિવલ, કચ્છ રણોત્સવ સહિતના કાર્યક્રમોના નામો પણ 8 મૂળાઅક્ષરોના જ છે.

જ્યોતિષ શાસ્ત્રોમાં 8 નો અંકઃ જ્યોતિષ શાસ્ત્રીના અનુસાર 8 એ મૂળ શનિનો કારક છે. તેથી 8 નો અંક ધરાવતા જાતકો ખુબ દબંગ સ્વભાવના હોય છે. તેઓ કોઈના પર વિશેષ ભરોસો રાખતા નથી, તેઓ પોતે જ હંમેશા તમામ નિર્ણયો લેતા હોય છે. તેઓ કોઈપણ મોટો નિર્ણય લેતાં સહેજ પણ ખચકાતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More