Home> India
Advertisement
Prev
Next

NCP સાથે બેઠક બાદ બોલ્યા પૃથ્વીરાજ ચવ્હાણ, 'મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સ્થિર સરકાર'

દિલ્હીમાં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ વચ્ચે મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાના મુદ્દે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી પરંતુ કોઈ મજબૂત પરિણામ હજુ સુધી નિકળ્યું નથી.
 

NCP સાથે બેઠક બાદ બોલ્યા પૃથ્વીરાજ ચવ્હાણ, 'મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સ્થિર સરકાર'

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ વચ્ચે મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાના મુદ્દે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી પરંતુ કોઈ મજબૂત પરિણામ હજુ સુધી નિકળ્યું નથી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે (Prithviraj Chavan) આશ્વાસન આપતા જરૂર કહ્યું કે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સ્થિર સરકાર આવશે, પરંતુ ક્યારે આવશે, તેનો કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. 

fallbacks

ચવ્હાણે કહ્યું, 'રાજ્યમાં 21 દિવસથી ચાલતી રાજકીય અસ્થિરતાને સમાપ્ત કરવા માટે એનસીપી-કોંગ્રેસમાં ચર્ચા થઈ, કાલે પણ ચર્ચા ચાલું રહેશે. મહારાષ્ટ્રને જલ્દી સ્થિર સરકાર મળશે. કોંગ્રેસ-એનસીપીમાં ખુબ સકારાત્મક માહોલમાં ચર્ચા થઈ છે. મહારાષ્ટ્રમાં કિસાનોને મદદ મળી રહી નથી. સરકાર બનાવવાને લઈને હજુ વાતચીત ચાલી રહી છે.'

આ તકે હાજર રહેલ એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે (Nawab Malik) કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર નથી, બધુ ઠપ્પ છે, કિસાનોને મદદ મળવી જોઈએ, આ માટે જરૂરી છે કે વૈકલ્પિક સરકાર જલ્દી બને. ત્રણ પાર્ટી શિવસેના, કોંગ્રેસ, એનસીપીને એક સાથે લીધા વિના સરકાર ન બનાવી શકે. ત્રણ પાર્ટીઓની સરકાર બની, આ બિંદુઓ પર ચર્ચા ચાલી રહી છે. 

શું બોલ્યા એનસીપીના નેતા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા માજિદ મેમણ (Majid Memon)એ કરેલા દાવાને જો માનીએ તો મહારાષ્ટ્રમાં સરકાર બનવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. માજિદ મેમણે બુધવારે દાવો કર્યો કે કોંગ્રેસ(Congress) ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) એ શિવસેના-એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારને મંજૂરી આપી દીધી છે. મેમણનું આ નિવેદન કોંગ્રેસ અને એનસીપી નેતાઓની દિલ્હીમાં થયેલી બેઠક બાદ આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના(Shiv Sena) અને એનસીપી વચ્ચે થયેલી ડીલ મુજબ  બંને પક્ષોના મુખ્યમંત્રી અઢી-અઢી વર્ષ માટે હશે. શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 43 મંત્રીઓ સામેલ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More