Home> India
Advertisement
Prev
Next

Live : રાહુલ-પ્રિયંકા ગાંધીને હાથરસ જતા રોકવા DND પર પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો

હાથરસ મામલે કોંગ્રેસે ફરીથી રાજનીતિ શરૂ કરી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે હાથરસ જવા નીકળી ગયા છે. તેમના સ્વાગત માટે DND પર મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ એકઠા થયા છે. 

Live : રાહુલ-પ્રિયંકા ગાંધીને હાથરસ જતા રોકવા DND પર પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો

ઝી મીડિયા/બ્યૂરો :હાથરસ મામલે કોંગ્રેસે ફરીથી રાજનીતિ શરૂ કરી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે હાથરસ જવા નીકળી ગયા છે. તેમના સ્વાગત માટે DND પર મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ એકઠા થયા છે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, હાથરસ જિલ્લામાં દલિત યુવતીની હત્યા બાદ અનેક નેતાઓએ પીડિત પરિવારની મુલાકાત કરી છે. તો કોંગ્રેસે આ ઘટનામાં રાજનીતિ શોધી છે. આજે તેઓ પીડિતાના પરિવારને મળવા માટે પહોંચી રહ્યાં છે. 1 ઓક્ટોબરના રોજ પીડિત પરિવારની મુલાકાત કરવા નીકળેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ગ્રેટર નોઈડા એક્સપ્રેસ પર રોક્યા હતા. જેના બાદ તેઓ આજે ફરીથી પીડિત પરિવારને મળવાનો પ્રયાસ કરશે. 

રાહુલ ગાઁધી આજે ફરીથી પીડિત પરિવારને મળવાનો પ્રયાસ કરવાના છે. જેમાં  તેમની સાથે કોંગ્રેસના 35 સાંસદ પણ જોડાવાના છે. હાથરસ જતા પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, દુનિયાની કોઈ શક્તિ મને પીડિત પરિવારને મળતાં રોકી નહીં શકે. નાનકડી બાળકી અને તેના પરિવાર સાથે યુપી સરકાર અને પોલીસ દ્વારા કરાયેલો વ્યવહાર મને સ્વીકાર્ય નથી. કોઈ પણ હિન્દુસ્તાનીને આ વ્યવહાર સ્વીકાર્ય નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More