Home> India
Advertisement
Prev
Next

VIDEO: પ્રિયંકા ગાંધીએ હાથમાં સાપ પકડી લેતા જ સુરક્ષાકર્મીઓના ઉડ્યા હોશ

યુપીના રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનું એક અલગ જ સ્વરૂપ જોવા મળ્યું.

VIDEO: પ્રિયંકા ગાંધીએ હાથમાં સાપ પકડી લેતા જ સુરક્ષાકર્મીઓના ઉડ્યા હોશ

રાયબરેલી: યુપીના રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનું એક અલગ જ સ્વરૂપ જોવા મળ્યું. ગુરુવારે 2જી મેના રોજ માતા અને કોંગ્રેસના રાયબરેલીના ઉમેદવાર સોનિયા ગાંધીના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી સાંપો સાથે રમતા જોવા મળ્યાં. 

fallbacks

સપેરા સાથે મુલાકાત
પ્રિયંકા ગાંધી છેલ્લા કેટલાય સમયથી રાયબરેલી અને અમેઠીમાં જ ફરી રહ્યાં છે. રાયબરેલીના બીજા દિવસના પ્રવાસે પ્રિયંકા ગાંધી વાડ્રા પુરવા ગામે પહોંચ્યા હતાં. અહીં તેમણે સપેરાઓની મુલાકાત લીધી અને તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરી. 

બેનરો લગાવીને ગઢચિરોળી હુમલાની નક્સલીઓએ લીધી જવાબદારી, આપી ધમકી 

સાંપ અંગે લીધી જાણકારી
સપેરાઓએ પ્રિયંકાને જણાવ્યું કે તેઓ આ સાંપની મદદથી રોજ 200 રૂપિયા કમાઈ  લે છે. તેમની સમસ્યાઓ જાણ્યા બાદ તેઓ ત્યાં હાજર સાંપ અંગે જાણકારી લેવા લાગ્યાં. 

હાથમાં ઉઠાવી લીધો સાંપ
સપેરાઓ વચ્ચે પહોંચેલા પ્રિયંકા ગાંધી વાડ્રા વાત કરતા કરતા અચાનક જ તેમણે સાંપને હાથમાં ઉઠાવી લીધો હતો. આ જોઈને પ્રિયંકાના સમર્થકો તેમને સાંપ સાથે રમત ન કરવાની ભલામણ કરી રહ્યાં હતાં. જેના પર પ્રિયંકાએ જવાબ આપ્યો કે તે કશું નહીં કરે, તમે કેમ ગભરાઈ રહ્યા છો. 

સુરક્ષાકર્મીઓને પૂછ્યું કે તમને ડર લાગે છે
ત્યારબાદ પ્રિયંકા ગાંધી અન્ય એક ટોકરીમાં બંધ સાંપને પણ જોવા લાગ્યાં. તો સુરક્ષાકર્મીઓએ સપેરાઓને પોતાના સાંપ ત્યાંથી હટાવી લેવા જણાવ્યું. જેના પર પ્રિયંકા હસવા લાગ્યા અને સુરક્ષાકર્મીઓને પૂછ્યું કે શું તમને ડર લાગે છે? જો કે સુરક્ષાકર્મીઓએ પ્રિયંકાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાંપોને ટોકરીમાં બંધ કરાવી લીધા. 

જુઓ LIVE TV

6 મેના રોજ વોટિંગ
લોકસભા ચૂંટણી 2019ના ચાર તબક્કાના મતદાન પૂરા થઈ ગયા છે. પાંચમા તબક્કાના મતદાન માટે પ્રચાર અભિયાન ચરમસીમાએ છે. પાંચમા તબક્કામાં જે મહત્વપૂર્ણ બેઠકો માટે મતદાન થવાનું છે તેમાં સૌથી મોટી સીટ રાયબરેલી અને અમેઠી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More