Home> India
Advertisement
Prev
Next

ખાસ છે પ્રિયંકાનું ક્રિશ્યન વેડિંગ ગાઉન, આવું ગાઉન પહેરનાર તે દુનિયાની ચોથી દુલ્હન છે

 લગ્નના બંધનમાં બંધાઈ ચૂકેલ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડીએ આખરે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો શેર કરી દીધી છે. હાલ સૌથી વધુ ચર્ચા જગાવી રહી છે દેશી ગર્લે લગ્નમા પહેરેલો લાલ કલરનો લહેંગો. જેની પાછળ રોમાંચક માહિતી છુપાઈ છે.

ખાસ છે પ્રિયંકાનું ક્રિશ્યન વેડિંગ ગાઉન, આવું ગાઉન પહેરનાર તે દુનિયાની ચોથી દુલ્હન છે

નવી દિલ્હી : લગ્નના બંધનમાં બંધાઈ ચૂકેલ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડીએ આખરે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો શેર કરી દીધી છે. હાલ સૌથી વધુ ચર્ચા જગાવી રહી છે દેશી ગર્લે લગ્નમા પહેરેલો લાલ કલરનો લહેંગો. જેની પાછળ રોમાંચક માહિતી છુપાઈ છે.

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

And forever starts now... ❤️ @nickjonas

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

અનકટ ડાયમંડથી બનેલી છે પ્રિયંકાની જ્વેલરી
પોતાના લગ્નમાં પ્રિયંકા પણ દીપિકા પાદુકોણની જેમ ફેશન ડિઝાઈનર સબ્યસાચીના લહેંગામાં નજર આવી હતી. સબ્યસાચીએ પ્રિયંકા ચોપરાના આ લહેંગા વિશેની ખાસ માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ લહેંગો હાથ કારીગરીથી બનાવવામાં આવ્યો છે. આ લહેંગાને એક-બે નહિ, પણ પૂરા 110 કોલકાત્તાના કારીગરોએ મળીને બનાવ્યો છે. જેમાં પૂરા 3720 કલાક લાગ્યા હતા. લગ્નમા પ્રિયંકાએ પહેરેલી જ્વેલરી પણ અનકટ ડાયમંડ, પન્ના અને જાપાની મોતીઓથી 22 કેરેટ ગોલ્ડમાં બનાવાયેલી છે. પ્રિયંકાનો દુલ્હો નિક પણ સબ્યસાચીના ડિઝાઈન કરેલ શેરવાનીમાં નજર આવી રહ્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

And forever starts now... ❤️ @nickjonas

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

બહુ જ ખાસ છે પ્રિયંકાનું વેડિંગ ગાઉન
પ્રિયંકાએ ક્રિશ્ચયન લગ્ન માટે રાલ્ફ લોરેનનું ડિઝાઈનર ગાઉન પહેર્યું હતું. પ્રિયંકાનું આ ગાઉન બહુ જ ખાસ હતું. કેમ કે, રાલ્ફ લોરેને આ પહેલા માત્ર 3 લોકો માટે જ વેડિંગ ગાઉન ડિઝાઈન કર્યું છે, જે તેમના જ પરિવારના લોકો હતા. પ્રિયંકા હોલિવુડ-બોલિવુડની પહેલી એવી સેલિબ્રિટી છે, જેણે આ ડિઝાઈનરનું વેડિંગ ગાઉન પહેર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More