Home> India
Advertisement
Prev
Next

ઉદયપુરની હોટલમાં વેશ્યાવૃત્તિનો પર્દાફાશ, ગુજરાતથી બસ ભરીને આવ્યા લોકો; 51ની ધરપકડ

Rave Party in Udaipur hotel: રાજસ્થાનના ઉદયપુર પોલીસે વેશ્યાવૃત્તિમાં સંડોવાયેલી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. ઉદયપુરના કૌડિયાતમાં આવેલી હોટલ ગણેશમાં રેવ અને મુજરા પાર્ટી ચાલી રહી હતી. પોલીસ ટીમે તે સ્થળે દરોડો પાડ્યો અને ત્યાંથી 40 પુરુષો અને 11 યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસે હોટલ માલિક અને દલાલની પણ ધરપકડ કરી છે. હોટલમાંથી મોટી માત્રામાં વાંધાજનક સામગ્રી મળી આવી છે.

ઉદયપુરની હોટલમાં વેશ્યાવૃત્તિનો પર્દાફાશ, ગુજરાતથી બસ ભરીને આવ્યા લોકો; 51ની ધરપકડ

Rave Party in Udaipur hotel: ઉદયપુર પોલીસે શહેર નજીક કોડિયાત રોડ પર એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણેશ રિસોર્ટ પર દરોડો પાડ્યો હતો અને ત્યાં ચાલી રહેલી રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રેવ પાર્ટી કરી રહેલા 50થી વધુ યુવક-યુવતીઓની ધરપકડ કરી હતી. પોલીસ ટીમ તેમની પૂછપરછ કરી રહી છે. પોલીસને એક બાતમીદાર તરફથી માહિતી મળી હતી કે, કોડિયાત રોડ પર સ્થિત ગણેશ રિસોર્ટમાં રેવ પાર્ટી ચાલી રહી છે. 

fallbacks

જેમાં દારૂ સહિતની વાંધાજનક સામગ્રી પીરસવામાં આવી રહી છે. મોડી રાત્રે ડીએસપી સૂર્યવીર સિંહના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હોટલ પર પહોંચ્યા હતા અને દરોડો પાડ્યો હતો. હોટલમાં રેવ પાર્ટી પર દરોડાએ ખળભળાટ મચાવ્યો હતો. પોલીસે બધાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ કેસમાં 11 યુવતીઓ અને 40 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. હોટેલમાંથી ગેરકાયદેસર દારૂ, સાઉન્ડ સિસ્ટમ, વાંધાજનક સામગ્રી અને ત્રણ મોટા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો ગુજરાતી
મોટાભાગના આરોપીઓ ગુજરાતી છે. તેઓ ફક્ત આ પાર્ટી માટે ઉદયપુર આવ્યા હતા. આ પાર્ટી પર દરોડો પાડવા માટે પોલીસે બસનો સહારો લેવો પડ્યો. બધા આરોપીઓની ત્યાંથી ધરપકડ કરવામાં આવી.

દરેક વ્યક્તિ પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા
એસપી યોગેશ ગોયલે જણાવ્યું હતું કે, નાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોડિયાત રોડ પર ગણેશ હોટલમાં વિશ્વજીત સોલકી નામનો એક આયોજક યુવતીઓને બોલાવીને રેવ પાર્ટી કરાવતો હોવાની માહિતી મળી હતી. આ પાર્ટીમાં હાજરી આપવા માટે દરેક વ્યક્તિ પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવી રહ્યા હતા.

આરોપીઓના નામ 
1. વિશ્વજીત સોલંકી - ઉદયપુર - હોટેલ માલિક (રાજસ્થાન)
2. દીવાન સિંહ - ચુરુ (રાજસ્થાન)
3. વીરેન્દ્ર સિંહ - હનુમાનગઢ (રાજસ્થાન)
4. રાજવીર સિંહ - ચુરુ (રાજસ્થાન)
5. મુશ્તાક અલી - ઝુનઝુનૂ (રાજસ્થાન)
6. અનિલ - ઉદયપુર (રાજસ્થાન)
7. સોહેલ ઉર્ફે સિટુ - રાજસમંદ (રાજસ્થાન)
8. અમીચંદ - સીકર (રાજસ્થાન)
9. જાડેજા જયપાલ સિંહ - મોરબી (ગુજરાત)
10. નિકુંજ - અમદાવાદ (ગુજરાત)
11. ભાવિન ગંગાણી - જામનગર (ગુજરાત)
12. ગૌતમ વ્યાસ - ગીર સોમનાથ (ગુજરાત)
13. પંકજ પનસુરિયા - જૂનાગઢ (ગુજરાત)
14. ભાસ્કર પુરોહિત - ગીર સોમનાથ (ગુજરાત)
15. સોરિયા નીતિનભાઈ - મોરબી (ગુજરાત)
16. દલ અસલમ - જૂનાગઢ (ગુજરાત)
17. દીપ કુમાર - જામનગર (ગુજરાત)
18. સોરિયા પ્રફુલ - મોરબી (ગુજરાત)
19. દેવાભાઈ - જૂનાગઢ (ગુજરાત)
20. મોહસીન - રાજકોટ (ગુજરાત)
21. કિશન ચિત્રોડા - પોરબંદર (ગુજરાત)
22. આરબ અબાસન - જૂનાગઢ (ગુજરાત)
23. અલ્તાફ કુરેશી - જૂનાગઢ (ગુજરાત)
24. ઓડેદરા ભીમાભાઈ - પોરબંદર (ગુજરાત)
25. રાજકુમાર અલવાની - જૂનાગઢ (ગુજરાત)
26. અંકુર - જામનગર (ગુજરાત)
27. પ્રવીણ પરમાર - જૂનાગઢ (ગુજરાત)
28. મુન્નાભાઈ - જૂનાગઢ (ગુજરાત)
29. મેહુલ ઠુમ્મર - અમરેલી (ગુજરાત)
30. જસપાલભાઈ ચૌહાણ - ગીર સોમનાથ (ગુજરાત)
31. હાડિયા કલ્પેશ - ગીર સોમનાથ (ગુજરાત)
32. મૌલિક કુમાર રાઠોડ - જૂનાગઢ (ગુજરાત)
33. હાસીમ - જૂનાગઢ (ગુજરાત)
34. જીશાનભાઈ - જૂનાગઢ (ગુજરાત)
35. લલિત પનસુરિયા- જૂનાગઢ (ગુજરાત)
36. અમિત ગંગાણી - જૂનાગઢ (ગુજરાત)
37. વિપુલ જી કાનાબાર - ગીર સોમનાથ (ગુજરાત)
38. ભાટુ કૃષ્ણભાઈ - જૂનાગઢ (ગુજરાત)
39. ઉનડકટ ચિરાગ - જૂનાગઢ (ગુજરાત)
40. દાપડા કિશોર - સુરત (ગુજરાત)

પોલીસ કરી રહી છે પૂછપરછ
આ માહિતીની પુષ્ટિ થતાં ડેપ્યુટી સૂર્યવીર સિંહની આગેવાની હેઠળની પોલીસ ટીમે હોટેલ ગણેશ પર દરોડો પાડ્યો અને 40 પુરુષો અને 11 યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસ ટીમ આ તમામ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More