Home> India
Advertisement
Prev
Next

Jammu Kashmir Land Law: શ્રીનગરમાં PDPની ઓફિસ સીલ, પૂર્વ MLC સહિત અનેક નેતાઓની ધરપકડ

કેન્દ્ર સરકારના આદેશ વિરુદ્ધ પીડીપી નેતાઓએ આજે શ્રીનગર પાર્ટી ઓફિસથી પ્રેસ એન્કલેવ સુધી વિરોધી રેલીનું આયોજન કર્યું હતું. પાર્ટીના નેતા વિરોધ માર્ચમાં સામેલ થવા પાર્ટી ઓફિસે પહોંચ્યા ત્યાં પહેલાથી હાજર પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. 
 

Jammu Kashmir Land Law: શ્રીનગરમાં PDPની ઓફિસ સીલ, પૂર્વ MLC સહિત અનેક નેતાઓની ધરપકડ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં લાગૂ કરવામાં આવેલા ભૂમિ કાયદા વિરુદ્ધ ઘાટીમાં પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) દ્વારા કાઢવામાં આવી રહેલી માર્ચને પોલીસે નિષ્ફલ બનાવી દીધી છે. માર્ચમાં સામેલ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પૂર્વ એમએલસી ખુર્શીદ આલમ સહિત ઘણા નેતાઓને પોલીસે કસ્ટડીમાં લેતા પીડીપીની શ્રીનગર સ્થિત ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. 

fallbacks

કેન્દ્ર સરકારના આદેશ વિરુદ્ધ પીડીપી નેતાઓએ આજે શ્રીનગર પાર્ટી ઓફિસથી પ્રેસ એન્કલેવ સુધી વિરોધી રેલીનું આયોજન કર્યું હતું. પાર્ટીના નેતા વિરોધ માર્ચમાં સામેલ થવા પાર્ટી ઓફિસે પહોંચ્યા ત્યાં પહેલાથી હાજર પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. 

પોલીસની આ કાર્યવાહીની પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ વિરોધ કર્યો છે. તેમણે ટ્વિટર હેન્ડલ પર પાર્ટી નેતાઓની ધરપકડનો ઉલ્લેખ કરતા લખ્યુ, જમ્મુ અને કાશ્મીર પોલીસે આજે પારા વાહિદ, ખુર્શીદ આલમ, રાઉફ ભટ, મોસિન ક્યૂમને તે સમયે કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા જ્યારે તે ભૂમિ સંબંધી કાયદાનો વિરોધ કરવા માટે ભેગા થયા હતા. અમે એક સાથે અમારો વિરોધ નોંધાવતા રહીશું અને ડેમોગ્રાફીને બદલવાના પ્રયાસોને સહન કરીશું નહીં. 

પાર્ટી કાર્યકર્તાઓએ જણાવ્યું કે, ખુર્શીદ આલમ વહીદ પારા, સુહૈલ બુખારી, રાઉફ ભટ, મોહિત ભાન સહિત અન્ય નેતાઓને પોલીસે પાર્ટી ઓફિસની બહારથી કસ્ટડીમાં લઈ લીધા હતા. જમને જણાવી દઈએ કે બુધવારે જમ્મૂમાં પીડીપી નેતાઓએ ભૂમિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. 

ઇથેનોલના ભાવ પર મોદી કેબિનેટે લીધો નિર્ણય, મોટા સ્તર પર જૂટ પેકેજિંગને મંજૂરી

પીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મુફ્તીએ એક ટ્વીટમાં તે જાણકારી આપતા કહ્યું કે, શ્રીનગર પાર્ટી કાર્યાલયને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. તેમના નેતા તથા કાર્યકર્તા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા પરંતુ સરકારે તેમની ધરપકડ કરી અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More