Home> India
Advertisement
Prev
Next

નાગરિકતા કાયદો: કોંગ્રેસના વિરોધ સામે BJPએ મનમોહન સિંહનો જૂનો VIDEO શેર કરી આપ્યો જવાબ

2003માં કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ (NDA) ની સરકાર હતી. તે સમયે રાજ્યસભા સભ્ય મનમોહન સિંહ સદનમાં વિપક્ષના નેતા હતાં.

નાગરિકતા કાયદો: કોંગ્રેસના વિરોધ સામે BJPએ મનમોહન સિંહનો જૂનો VIDEO શેર કરી આપ્યો જવાબ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)  ના વિરોધમાં દેશમાં અલગ અલગ ભાગોમાં વ્યાપક પ્રદર્શન થઈ રહ્યા છે. ડાબેરીઓએ આજે ભારત બંધનું આહ્વાન કરેલુ છે. જ્યારે કોંગ્રેસ (Congress) સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ તેનું સમર્થન કર્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસને ઘેરવા માટે ભાજપે પૂર્વ પીએમ મનમોહન સિંહ (Manmohan Singh) નો 2003 રાજ્યસભામાં આપેલા એક નિવેદનનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં મનમોહન સિંહ બાંગ્લાદેશમાં ધાર્મિક આધાર પર હિંસાનો ભોગ બનેલા શરણાર્થીઓ માટે સરકારને સહાનુભૂતિવાળો વર્તાવ રાખવાનું સૂચવી રહ્યા છે. 

fallbacks

2003માં કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ (NDA) ની સરકાર હતી. તે સમયે રાજ્યસભા સભ્ય મનમોહન સિંહ (Manmohan Singh)  સદનમાં વિપક્ષના નેતા હતાં. સદનમાં હાજર નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને સંબોધન કરતા સિંહ કહે છે કે હું શરણાર્થીઓના સંકટને તમારી સામે રાખવા માંગુ છું. ભાગલા બાદ આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ધાર્મિક આધાર પર નાગરિકોની સતામણી થઈ. જો આ પીડિત લોકો આપણા દેશમાં શરણ માટે પહોંચે તો તેમને શરણ આપવી એ આપણી નૈતિક જવાબદારી છે. આ લોકોને શરણ આપવા માટે આપણો વ્યવહાર ઉદારપૂર્ણ હોવો જોઈએ. હું ગંભીરતાથી નાગરિકતા સંશોધન બિલ તરફ ડેપ્યુટી પીએમનું ધ્યાન ખેંચવા માંગુ છું. 

વિપક્ષી દળોના ભારત બંધના જવાબમાં ભાજપની વીડિયો ગેમ
કોંગ્રેસ ધાર્મિક આધાર પર શરણાર્થીઓને નાગરિકતા આપવા બદલ કેન્દ્ર સરકારને કોસી રહી છે. અન્ય વિપક્ષી દળો પણ નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. આવા સમયે પૂર્વ પીએમનું રાજ્યસભામાં આપેલું નિવેદન ભાજપે રજુ કરીને કોંગ્રેસ માટે વિકટ સ્થિતિ ઊભી કરી છે. હવે મનમોહન સિંહના આ નિવેદન પર રાજકીય ઘમાસાણ થવું નક્કી છે. ભાજપે આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટર પર પિન કરીને રાખ્યો છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

બિહારથી લઈને કર્ણાટક સુધી આ કાયદાનો વિરોધ
નાગરિકતા કાયદાનો વિરોધ આજે દેશના અનેક ભાગોમાં થઈ રહ્યો છે. લેફ્ટ વિંગે દેશના અલગ અલગ ભાગોમાં બંધનું આહ્વાન કર્યું છે. બિહારના દરભંગા અને પટણામાં ટ્રેનો રોકવામાં આવી. દિલ્હીમાં પણ વિરોધ પ્રદર્શનને જોતા મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયું છે. બીજી બાજુ બેંગ્લુરુમાં પણ જોરદાર પ્રદર્શન થઈ રહ્યાં છે. અનેક લોકોની અટકાયત થઈ છે. સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ છે. ઉત્તર પ્રદેશમાં પણ પ્રદર્શનને લઈને કલમ 144 લાગુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More