Home> India
Advertisement
Prev
Next

મુંબઇ ફુટઓવર બ્રિજ દુર્ઘટના: મૃતકોનાં પરિવારનો 5-5 લાખ વળતર, PMએ દુ:ખ વ્યક્ત કર્યું

મુંબઇનાં સીએસટી રેલવે સ્ટેશન નજીક ફુટ ઓવર બ્રિજ તુટી પડ્યો હતો. દુર્ઘટનામાં 3 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ બ્રિજ સીએસટી રેલ્વે સ્ટે્શનને જોડતો હતો. કાટમાળમાં 7થી8 લોકો દટાયા હોવાની આશંકા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સીએસટી રેલવે સ્ટેશન ખુબ જ જાણીતું અને મુંબઇનાં વ્યસ્ત રેલ્વે સ્ટેશનો પૈકીનું એક રેલવે સ્ટેશન છે. 

મુંબઇ ફુટઓવર બ્રિજ દુર્ઘટના: મૃતકોનાં પરિવારનો 5-5 લાખ વળતર, PMએ દુ:ખ વ્યક્ત કર્યું

મુંબઇ : મુંબઇનાં સીએસટી રેલવે સ્ટેશન નજીક ફુટઓવર બ્રિજ તુટી પડ્યો છે. દુર્ઘટનામાં 34 લોકો ઘાયલ થયા છે અને 2 મહિલાઓ સહિત 3 લોકોનાં મોત નિપજ્યા છે. આ બ્રિજ CSMT રેલવે સ્ટેશનને જોડે છે. કાટમાળમાંથી 7-8 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, CSMT રેલવે સ્ટેશન જાણીતુ સ્ટેશન છે. આ બ્રિજ આઝાદ મેદાનને CSMT રેલવે સ્ટેશન સાથે જોડે છે. 

fallbacks

ઘટનાને નજરે જોનારા લોકોનાં અનુસાર જ્યારે બ્રિજ ભાંગી પડ્યો ત્યારે ત્યાં અનેક લોકો હાજર હતા. આ ઉપરાંત અનેક ગાડીઓ પણ બ્રિજ નીચે હતી. પ્લેટફોર્મ 1 બીટી લેન નજીક બ્રિજ તુટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મુંબઇ પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 23 લોકો ઘાયલ થયા છે. જેમની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર 15 લોકો હજી પણ કાટમાળમાં ફસાયેલા છે. જેમને કાઢવા માટે NDRFની ટીમને ઘટના સ્થળ મારે રવાના કરવામાં આવી છે. મધ્ય રેલવેનાં PRO એ.કે જૈને કહ્યું કે, CSMT સ્ટેશનની બહાર બનેલા ફુટ ઓવર બ્રિજનો એક હિસ્સો તુટી પડ્યો છે. આ ખુબ જ દુર્ભાગ્યપુર્ણ ઘટના છે. જો કે આ રેલવે ફુટઓવર બ્રિજ નથી. આ પબ્લિક ફુટઓવર બ્રિજ છે. આ દુર્ઘટનાથી રેલવે ટ્રાફીક પ્રભાવિત નથી થયો. આ બ્રિજ ખુબ જ જુનો છે. 

મુંબઇનાં સીએસટી રેલવે સ્ટેશન નજીક ફુટ ઓવર બ્રિજ તુટી પડ્યો હતો. દુર્ઘટનામાં 3 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ બ્રિજ સીએસટી રેલ્વે સ્ટે્શનને જોડતો હતો. કાટમાળમાં 7થી8 લોકો દટાયા હોવાની આશંકા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સીએસટી રેલવે સ્ટેશન ખુબ જ જાણીતું અને મુંબઇનાં વ્યસ્ત રેલ્વે સ્ટેશનો પૈકીનું એક રેલવે સ્ટેશન છે. 

કાટમાળમાંથી 7-8 લોકોને બચાવવામાં આવ્યા છે. હાલ ફાયર અને પોલીસ દ્વારા યુદ્ધનાં ધોરણે બચાવ અને રાહત કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા પણ રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ મળી રહ્યો છે. આ બ્રિજ આઝાદ મેદાનને સીએસટી રેલવે સ્ટેશનને જોડે છે.

મુંબઇ પોલીસે લોકોને અપીલ કરી છે કે દુર્ઘટનાનાં સ્થળ પર ન જાઓ. મુંબઇ પોલીસે ટ્વીટ કર્યું કે, સીએસટીનાં પ્લેટફોર્મ નંબર 1 પર ઉત્તરી છેડાને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ નજીક બીટી લેન સાથે જોડનારા પગપાળા પુલ તુટી પડ્યો છે. ટ્રાફીકને અસર પડી છે. યાત્રીઓ અન્ય માર્ગનો ઉપયોગ કરે. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે. બીજી તરફ રેલ મંત્રાલયે કહ્યું કે, આ બ્રિજ બીએમસીનો હતો. આ પીડિતોને સંપુર્ણ સહયોગ આપી રહ્યા છે. રેલવે ડોક્ટર્સ કર્મચારી બીએમસીની સાથે રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. 

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું કે, મુંબઇમાં ફુટ ઓવરબ્રિજ તોડી પાડવાનાં સમાચાર સાંભળીને ખુબ જ પીડા થઇ છે. મે બીએમસી કમિશ્નર અને મુંબઇ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. તેમને રેલ મંત્રાલય સાથે તાલમેલ બેસાડીને ઝડપથી બચાવ અને રાહત કાર્ય કરવા માટેનાં નિર્દેશો આપ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More