પુડ્ડુચેરી: કોંગ્રેસ (Congress) ના હાથમાંથી આજે વધુ એક રાજ્ય સરકી ગયું. પુડ્ડુચેરી (Puducherry) ની વિધાનસભામાં આજે થયેલી ફ્લોર ટેસ્ટમાં સીએમ નારાયણસામી (Narayanasamy) બહુમત મેળવવામાં નિષ્ફળ ગયા. ત્યારબાદ સ્પીકરે જાહેરાત કરી કે સરકાર પોતાની મેજોરિટી સાબિત કરી શકી નથી. વિધાનસભામાં થયેલી ઉગ્ર ચર્ચા દરમિયાન સીએમ નારાયણસામીએ ભાજપ ગંભીર આરોપ લગાવ્યા.
સીએમ નારાયણસામી (Narayanasamy) એ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે તામિલનાડુમાં અમે બે ભાષાઓ તામિલ અને અંગ્રેજી ફોલો કરીએ છીએ પરંતુ ભાજપ (BJP) જબરદસ્તીથી અમારા પર હિન્દી થોપવા માંગે છે. અમે ડીએમકે અને અપક્ષ વિધાયકોના સમર્થનથી સરકાર બનાવી. ત્યારબાદ અમે અનેક પેટાચૂંટણીઓનો સામનો કર્યો અને પેટાચૂંટણીઓ જીત્યા. એ સ્પષ્ટ છે કે પુડ્ડુચેરીના લોકો અમારા પર વિશ્વાસ મૂકે છે.
Puducherry CM V.Narayanasamy loses trust vote in Assembly, government falls pic.twitter.com/iFVE9g7jvf
— ANI (@ANI) February 22, 2021
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે