નવી દિલ્હી: પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા માટે જૈશ એ મોહમ્મદના આતંકી આદિલ અહેમદે લાલ રંગની કારનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ લાલ ઈકો વેનમાં એક વ્યક્તિ કાફલાની આજુબાજુ વારંવાર જોવા મળ્યો હતો. બસ નંબર ત્રણમાં ચાર એસ્કોર્ટ્સે કથિત રીતે તેને કાફલાથી દૂર જવા માટે ઓછામાં ઓછું બેથી ત્રણવાર કહ્યું હતું. પરંતુ તે ડાબી અને જમણી બાજુ ફરતો રહ્યો. સૂત્રોના જણાવ્યાં મુજબ પોતાના નાપાક ઈરાદાને અંજામ આપતા અગાઉ એક બે મિનિટ તેણે કાફલાને ટક્કર આપવામાં વીતાવી. કહેવાય છે કે તે જમ્મુથી કાફલાની સાથે જ હતો.
પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદ આતંકી રશીદ ગાઝી અને કામરાન આ હુમલા પાછળ જવાબદાર ગણવામાં આવે છે. કહેવાય છે કે આ બંને આતંકીઓ ત્રાલમાં કે તેની આજુબાજુ જ છે. બની શકે કે હુમલા માટે આદિલે કાવતરું રચ્યું અને તાલિમ તેઓએ આપી હોય. ગાઝી અંગે કહેવાય છે કે તે અફઘાનિસ્તાનમાં આતંકી ગતિવિધિઓમાં લિપ્ત હતો. જૈશના ચીફ મસૂદ અઝહરે પોતાના ભત્રીજાની હત્યાનો બદલો લેવા માટે તેને પસંદ કર્યો હતો. એવું પણ કહેવાય છે કે આઈઈડી વિશેષજ્ઞ ગાઝીને સ્થાનિક લોકોને તાલિમ આપવા હેતુસર કાશ્મીર મોકલાયો હતો.
શહીદોના પરિવારોની વ્હારે આવ્યાં દેશવાસીઓ, 'ભારત કે વીર' પોર્ટલ પર 36 કલાકમાં કરોડો રૂપિયા જમા
કાફલાને સૂમસામ રસ્તા પર મોકલવો અસામાન્ય હતું
ન્યૂઝ એજન્સી આઈએએનએસના જણાવ્યા મુજબ શ્રીનગરમાં ડ્યૂટી પર પાછા ફરી રહેલા સીઆરપીએફના 76મી બટાલિયનના 2500થી વધુ જવાનો માટે જમ્મુથી 2.33 વાગ્યાની બસનો અનુભવ યાદગાર હતો. જે ગણતરીની મિનિટોમાં સૌથી દુખદ ઘટનામાં ફેરવાઈ ગયો. સીઆરપીએફના સૂત્રોએ જણાવ્યું કે સીઆરપીએફના 78 વાહનો (જેમાં 16 વાહનોને જોડાયા, બપોરે 2.15 વાગ્યે કાઝીગુંડ પહોચ્યો ત્યારે)ના કાફલાને લગભગ સૂમસામ રસ્તા પર મોકલવો એ અસામાન્ય હતું. સુરક્ષાના દ્રષ્ટિકોણથી આ એક આદર્શ રણનીતિ હોત કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હવામાનના કારણે જમ્મુ શ્રીનગર હાઈવે પર ટ્રાફિક ખુબ ઓછો હતો. કાફલો ઘટનાથી ફક્ત એક કલાક દૂર કાઝીગુંડથી લગભગ 60 કિમી પર પુલવામાના લાથપોરામાં હતો.
પુલવામા હુમલો: Relianceએ શહીદોના બાળકોના અભ્યાસ, નોકરી અને ઘર્ચ ખર્ચની જવાબદારી ઉપાડી
ફાયરિંગ કોણે કર્યું તે કોઈને ખબર નથી
એવું લાગે છે કે કાફલાની સુરક્ષાને લગભગ લીલી ઝંડી અપાઈ હતી. સીઆરપીએફની રોડ ઓપનિંગ પાર્ટી (આરઓપી) રોજ સવારે આઈઈડીની ઉપસ્થિતિ ચકાસવા માટે રાજમાર્ગોની ચકાસણી કરે છે. વિસ્તારમાં સેનાની ઉપસ્થિતિ વધારે છે અને રાજમાર્ગો પર હંમેશા તત્કાળ પ્રતિક્રિયા માટે ટુકડીઓ હાજર રહે છે. કાફલો જેવો શ્રીનગરથી 27 કિમી પહેલા લેથપોરા પહોંચ્યો કે એક પીછો કરી રહેલી વિસ્ફોટક ભરેલી ગાડીએ કાફલાની પાંચમી બસને ડાબી બાજુથી ટક્કર મારી દીધી. વિસ્ફોટમાં બીજી બસને પણ નુકસાન પહોંચ્યું. વિસ્તારમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાયો પરંતુ કોઈને ખબર ન પડી કે ફાયરિંગ કોણે કર્યું.
અન્ય જવાનોને વોટ્સએપથી જાણકારી મળી
કાફલામાં હાજર અન્ય સીઆરપીએફના જવાનોએ કહ્યું કે જબરદસ્ત વિસ્ફોટના અવાજે બધાને ચોંકાવી દીધા. ત્યાં ફક્ત અફરાતફરીનો માહોલ હતો અને ભ્રમની સ્થિતિ હતી. તેમણે કહ્યું કે અમને અમારા વાહનોમાં પાછા ફરવા માટે કહેવાયું હતું. સીઆરપીએફના એક અન્ય જવાને કહ્યું કે અમને વોટ્સએપ સંદેશ દ્વારા વિસ્ફોટ અંગે જાણકારી મળી. જેવા અમે બસમાંથી નીચે ઉતર્યા કે અમે અફરાતફરીમાં જોયુ કે અમારા સાથીઓના ખરાબ રીતે બળેલા અને કપાયેલા અંગો પડ્યા હતાં અને ચારેબાજુ આગ હતી.
દહેરાદૂન: પુલવામા આતંકી હુમલાનું સમર્થન કરવાના આરોપસર કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ
તપાસથી સામે આવશે સત્ય?
વિસ્ફોટ બાદ પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદે હુમલાની જવાબદારી લઈ લીધી હતી. તેણે કહ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના એક સ્થાનિક ફિદાયીન અદિલ અહેમદ ડારે આ હુમલો કર્યો. આ સાથે જ તેણે ડારનો એક વીડિયો પણ બહાર પાડ્યો. એનઆઈએના સૂત્રોના જણાવ્યાં મુજબ વિસ્ફટોમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હતો. આરડીએક્સની પણ સંભાવનાથી ઈન્કાર કર્યો નથી.
(અહેવાલ-સાભાર ઈન્ડિયા ડોટ કોમ)
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે