Pulwama Terror Attack: પુલવામા હુમલાની ચોથી વરસી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદોને યાદ કર્યા. તેમણે કહ્યું કે આપણે આપણા વીર જવાનોને યાદ કરીએ છીએ, જેમને આપણે આ દિવસે પુલવામામાં ગુમાવી દીધા. આપણે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારે પણ ભૂલી શકીશું નહીં. તેમનું સાહસ આપણા માટે એક મજબૂત અને વિક્સિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે. બરાબર ચાર વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીના દિવસે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. વિગતવાર જાણો તે દિવસે શું થયું હતું....
14 ફેબ્રુઆરી, ગુરુવાર
બપોરનો સમય 3-15 મિનિટ
ભારે બરફ વર્ષા શાંત થયા બાદ 13 ફેબ્રુઆરીની સાંજે જમ્મુ-શ્રીનગર હાઇવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લાગેલી ગાડીઓની કતાર ધીમે ધીમે આગળ વધી રહી હતી. રસ્તો ખુલ્લો થતા જ સામાન્ય ગાડીઓની સાથે CRPF જવાનોની ગાડીઓનો કાફલો પણ આગળ વધી રહ્યો હતો. તમામ જવાનો શ્રીનગર જઇ રહ્યા હતા...
જવાનોના કાફલામાં લગભગ 78 ગાડીઓ હતી
જેમાં બસ, ટ્રક અને SUV કાર હતી
તમામ ગાડીઓમાં લગભગ 30-35 જવાનો સવાર હતા
ભારતીય સેનાના જવાનોનો કાફલો પુલવામા પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક એક SUV ગાડી જવાનોના કાફલાની પાછળ તેજ ગતિથી આવી રહી હતી જેમાં IED સહિત વિસ્ફોટક સામગ્રી હતી. આ ગાડી 2 બસો વચ્ચે જબરદસ્ત ટકરાઇ અને જોરદાર ધડાકો થયો. જેનો અવાજ કેટલાક કિલોમીટર દૂર-દૂર સુધી સંભળાયો. ધડાકો થતા જ બસનું એક-એક પતરું હવામાં ઊડ્યું. ચારેબાજુ આગની જ્વાળાઓ અને ધૂમાડાનું સામ્રાજ્ય છવાયું. કાફલાની બધી જ ગાડીઓ ત્યાં ઊભી રહી. તમામ ગાડીઓમાંથી જવાનો બહાર નીકળી પોતાના સાથીઓની મદદ માટે આમથી તેમ દોડી રહ્યા હતા.
આતંકીઓની SUVમાં 200 કિલો વિસ્ફોટક સામગ્રી હતી
આતંકીઓએ પ્રિ-પ્લાનેડ આત્મઘાતી હુમલો કર્યો
જ્યારે જવાનો તેમના સાથીઓની મદદ માટે પહોંચ્યા ત્યાં જ બીજી તરફ અન્ય આતંકીઓએ ગોળીબારી શરૂ કરી હતી. એટલે કે, પહેલાથી જ અન્ય આતંકીઓ ત્યાં હાજર હતા. સેનાના જવાનોએ થોડી જ વારમાં સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ તરફ ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યાંથી ધીમે ધીમે ભયાનક આંકડાઓ સામે આવવા લાગ્યા. 4, 12, 18, 24 એમ આંકડો 40 સુધી પહોંચ્યો. ગણતરીની કલાકોમાં પુલવામાં એટેકમાં 40 જવાનો શહીદ થઇ ગયા. તે સમયે દરેક જવાનોની માતાના હાથ સરહદ પર રહેલા પોતાના દીકરાનો ફોન ઉપાડવા ધ્રૂજી રહ્યા હતા.
BBCની દિલ્હી-મુંબઈ સહિત 20 ઓફિસ પર Income Tax ના દરોડા
અદાણી-હિંડનબર્ગ વિવાદ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું? વીડિયો વાયરલ
UP: બુલડોઝર એક્શન દરમિયાન માતા-પુત્રી જીવતા ભૂંજાયા, અનેક ઓફિસરો પર FIR
થોડીવારમાં જ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી. તેમણે સ્વીકાર્યું કે, જે વિસ્ફોટક ભરેલી ગાડી આંતકવાદી આદીલ રશીદ ચલાવી રહ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે રૉ એજન્ટોએ પહેલા જ જાણ કરી હતી અને ઘટના પહેલા જ અન્ય એજન્સીઓને ચેતવણી આપી હતી. આ તરફ બીજો ડર એ પણ હતો કે, આતંકીઓ અન્ય ગાડીઓને પણ નિશાન બનાવી શકે છે ત્યારે તમામ ગાડીઓની રોકીને રૂટ પરની તમામ સુરક્ષાની જવાબદારી લેવામાં આવી અને ત્યારબાદ સુરક્ષા જવાનોના કાફલાને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શ્રીનગર માટે રવાના કરવામાં આવી અને સાંજના સમય સુધીમાં તમામ ગાડીઓ કેમ્પ સુધી પહોંચી હતી...
પુલવામા હુમલાએ સમગ્ર દેશને સ્તબ્ધ કર્યો હતો. આજે આ ઘટનાને ચાર વર્ષ પૂર્ણ થયા. 14 ફેબ્રુઆરી 2019 ભારત માટે બ્લેક ડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે