Home> India
Advertisement
Prev
Next

રંગે હાથ પકડાયું પાકિસ્તાન, આપણા જ કેટલાક લોકો દુશ્મનને કરી રહ્યા છે મદદ: PM મોદી

ચૂંટણીના વર્ષમાં યુપી પર ભેટસોગાદોની વર્ષા થઇ રહી છે ત્યારે શુક્રવારે વડાપ્રધાન મોદીએ કાનપુરમાં પુલવામાં આતંકવાદી હુમલાના બહાને વિપક્ષ પર તીખો હુમલો કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, એક તરફ જ્યાં અમારા જવાનોની વીરતાથી આપણી સેનાની છાતી ગજગજ ફુલી રહી છે, બીજી તરફ ઘરની અંદર પણ કેટલાક લોકો એવા પણ છે જેમનાં નિવેદનનો ફાયદો આતંકવાદીઓનાં શુભચિંતકો ઉઠાવી રહ્યા છે. 

રંગે હાથ પકડાયું પાકિસ્તાન, આપણા જ કેટલાક લોકો દુશ્મનને કરી રહ્યા છે મદદ: PM મોદી

કાનપુર : ચૂંટણીના વર્ષમાં યુપી પર ભેટસોગાદોની વર્ષા થઇ રહી છે ત્યારે શુક્રવારે વડાપ્રધાન મોદીએ કાનપુરમાં પુલવામાં આતંકવાદી હુમલાના બહાને વિપક્ષ પર તીખો હુમલો કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, એક તરફ જ્યાં અમારા જવાનોની વીરતાથી આપણી સેનાની છાતી ગજગજ ફુલી રહી છે, બીજી તરફ ઘરની અંદર પણ કેટલાક લોકો એવા પણ છે જેમનાં નિવેદનનો ફાયદો આતંકવાદીઓનાં શુભચિંતકો ઉઠાવી રહ્યા છે. 

fallbacks

વડાપ્રધાને કહ્યું કે, પાકિસ્તાન આ વખતે રંગે હાથે પકડાયા છે. આજે તેઓ દબાવમાં છે. તેઓ વિશ્વમાં મોઢુ દેખાડવા લાયક નથી રહ્યા પરંતુ એવા લોકો (દેશની અંદર રહેલા લોકો)નાં નિવેદનને જ વિશ્વમાં વહેંચીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, દેશની સવાસો કરોડ જનતાની શક્તિથી જ આતંકવાદનાં મુળીયાથી ખતમ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, તમારી આ શક્તિ થકી જ  હું આતંકવાદ વિરુદ્ધ આવા આકરા પગલા ઉઠાવી શકું છું. 

રાજસ્થાનનાં બિકાનેરમાં વાયુસેનાનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટ સુરક્ષીત

સેના પર સવાલ ઉઠાવનારાઓને શરમ આવવી જોઇએ
કાનપુરમાં અનેક યોજનાઓના શિલાન્યાસ બાદ પોતાના સંબોધનમાં વડાપ્રધાને વિપક્ષ પર આકરો શાબ્દિક પ્રહાર કર્યો હતો. પુલવામા હુમલા બાદ અમારા વીર સેનાપતિઓએ જે પરાક્રમ દેખાડ્યું અમે તમામને ગર્વ છે. પરંતુ અફસોસ છે કે કેટલાક લોકો તેમનાં પરાક્રમને નીચુ દેખાડવાનો દિવસરાત પ્રયાસ થઇ રહ્યો છે. એવા લોકોને શરમ આવવી જોઇએ. પરંતુ તેમને શરમ નથી આવતી. 

આ લોકો એવી જ વાતો કરે છે પાકિસ્તાનને પસંદ પડે
કાનપુરમાં અનેક યોજનાઓનાં શિલાન્યાસ બાદ પોતાના સંબોધનમાં વડાપ્રધાને વિપક્ષ પર આકરો શાબ્દિક હુમલો કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, પુલવામા હુમલા બાદ અમારા વીર સેનાપતિઓએ જે પરાક્રમ દેખાડ્યું તે પર અમને બધાને ગર્વ છે. પરંતુ અફસોસ છે કે કેટલાક લોકો તેમના પરાક્રમને નીચુ દેખાડવાનો દિવસરાત પ્રયાસ થઇ રહ્યો છે. એવા લોકોને શરમ આવવી જોઇએ. પરંતુ તેમને શરમ નથી આવતી.

બાલાકોટ એરસ્ટ્રાઇક: ભેદ ખુલવાનાં ડરથી મીડિયાને અટકાવી રહ્યું છે પાકિસ્તાન
ચુંટણી તો આવતી જતી રહેશે, દુશ્મન ફાયદો ન ઉઠાવવા જોઇએ
વડાપ્રધાન મોદીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ચૂંટણી તો આવતી જતી રહેશે પરંતુ દેશનાં દુશ્મનો તેનો ફાયદો ન ઉઠાવે તે આપણી તમામ લોકોની જવાબદારી છે. વડાપ્રધાને સવાલિયા અંદાજમાં કહ્યું કે, શઉં આ જવાબદારી માત્ર સેનાની છે? શું આ દરેક પાર્ટી દરેક નેતાની જવાબદારી નથી ? મોદી વિરોધ માટે આતંકવાદીઓને ફાયદો પહોંચાડવો ક્યાં સુધી યોગ્ય છે ? વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે, મોદીનાં વિરોધનાં કારણે તમે જે રાજનીતિક નિવેદનો કરી રહ્યા છો તેનો ફાયદો આતંકવાદીઓ ઉઠાવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More