સુનીલ નાગપાલ, અબોહર: પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા પંજાબના અબોહરથી બીએસએફએ બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બંને પાકિસ્તાની નાગરિકોના નામ મોહમ્મદ લતીફ અને સૈફ હોવાનું કહેવાય છે. આ બંનેને બોર્ડ આઉટ પોસ્ટ સમસકે ચોકીથી પકડવામાં આવ્યાં છે. હાલ બંને નાગરિક બીએસએફની કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલુ છે. આ બંને પંજાબમાં કયા હેતુથી આવ્યાં હતાં અને તેમની પાસેથી બીએસએફને શું શું સામાન મળ્યો છે તેની જાણકારી હજુ મળી શકી નથી.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે થોડા દિવસો પહેલા ગુપ્તચર સૂત્રોના હવાલે જાણવા મળ્યું હતું કે પાકિસ્તાન સતત ભારતમાં આતંકી ષડયંત્રોને અંજામ આપવાની ફિરાકમાં છે અને તેની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ પોતાના કેટલાક ઘૂસણખોરોને પણ ભારતીય સરહદમાં દાખલ કરવા માટે તૈયાર કર્યા છે. પરંતુ સરહદે બીએસએફની એટલી બધી સતર્કતા છે કે પાકિસ્તાન માટે આતંકીઓને ઘૂસણખોરી કરાવવાનું મુશ્કેલ બન્યું છે. થોડી પણ શંકા જતા સંદિગ્ધોની તરત ધરપકડ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે