Home> India
Advertisement
Prev
Next

CM ભગવંત માને ખોલ્યા પત્તા! આ 10 વિધાયકો પર જતાવ્યો ભરોસો, આજે લેશે મંત્રીપદના શપથ

પંજાબમાં નવી સરકારે પોતાનું કામ શરૂ કરી દીધુ છે અને તમામ સરકારી ઔપચારિકતા પૂરી કરવામાં આવી રહી છે. શનિવારે સવારે 11 વાગે ભગવંત માન મંત્રિમંડળની રચના થશે. 

CM ભગવંત માને ખોલ્યા પત્તા! આ 10 વિધાયકો પર જતાવ્યો ભરોસો, આજે લેશે મંત્રીપદના શપથ

નવી દિલ્હી: પંજાબમાં નવી સરકારે પોતાનું કામ શરૂ કરી દીધુ છે અને તમામ સરકારી ઔપચારિકતા પૂરી કરવામાં આવી રહી છે. શનિવારે સવારે 11 વાગે ભગવંત માન મંત્રિમંડળની રચના થશે. 

fallbacks

રાજ્યપાલ લેવડાવશે શપથ
આ દરમિયાન પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત પંજાબ કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓને શપથ લેવડાવશે. અત્રે જણાવવાનું કે ભગંવત માન કેબિનેટમાં 10 મંત્રીઓને સામેલ કરાયા છે. 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની કેબિનેટમાં હરપાલ સિંહ ચીમા, ડો. બલજીત કૌર, હરભજન સિંહ, ડો. વિજય સિંગલા, ગુરમીત સિંહ, લાલજીત સિંહ ભુલ્લર, બ્રહ્મ શંકર, લાલચંદ, કુલદીપ સિંહ ધાલીવાલ અને હરજોત સિંહ  બૈંસ સામેલ હશે. કાલે થનારા આ મંત્રીમંડળ શપથગ્રહણમાં કુલતાર સિંહ સંધવા વિધાનસભા સ્પીકર બની શકે છે. 

કોણ છે આ કુલતાર સિંહ સંધવા?
કુલતાર સિંહ સંધવા આમ આદમી પાર્ટીના વિધાયક છે. કોટકપુરાથી સતત બીજીવાર ચૂંટાઈ આવેલા કુલતાર સિંહ સંધવા પાર્ટીમાં અંદર અને બહાર ખુબ મજબૂત ગણાય છે. વિધાયક તરીકે પોતાના કાર્યકાળમાં વિધાનસભાની અંદર અને બહાર પ્રદેશના વિભિન્ન હિસ્સાઓમાં તેઓ સતત સંઘર્ષ કરતા રહ્યા જેના કારણે તેમની ઓળખ પાર્ટીના પ્રદેશ સ્તરના મોટા નેતાઓમાં બની છે. 

હાલમાં જ સીએમ બન્યા માન
અત્રે જણાવવાનું કે 16 માર્ચના રોજ આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાજ્યના એસબીએસ (શહીદ ભગત સિંહ) નગર જિલ્લામાં સ્થિત શહીદ ભગત સિંહના પૈતૃક ગામ ખટકડ કલામાં આયોજિત સમારોહમાં ભગવંત માનને શપથ અપાવ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ત્રણ દિવસનું વિધાનસભા સત્ર પણ બોલાવ્યું. 

આપની ભવ્ય જીત
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 117માંથી 92 સીટ મેળવી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પંજાબમાં પોતાની સરકાર બનાવી અને રાજ્યની કમાન ભગવંત માને સંભાળી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More