Home> India
Advertisement
Prev
Next

Punjab Election Results 2022 Live: ટ્રેન્ડમાં AAP ને બે તૃતિયાંશ બહુમત, કેપ્ટન અમરિન્દર ચૂંટણી હાર્યા

પંજાબ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે 8 વાગે શરૂ થઈ ગઈ. પંજાબની કુલ 117 વિધાનસભા બેઠકો માટે આજે ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થઈ રહ્યો છે. પળેપળની અપડેટ્સ...

Punjab Election Results 2022 Live: ટ્રેન્ડમાં AAP ને બે તૃતિયાંશ બહુમત, કેપ્ટન અમરિન્દર ચૂંટણી હાર્યા

Punjab Election Result 2022: પંજાબ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે 8 વાગે શરૂ થઈ ગઈ. પંજાબની કુલ 117 વિધાનસભા બેઠકો માટે આજે ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થઈ રહ્યો છે. પળેપળની અપડેટ્સ...

fallbacks
પક્ષ લીડ જીત
કોંગ્રેસ 17  
SAD+ 06  
આપ 91  
ભાજપ+ 02  
અધર્સ 01  

સિદ્ધુનું નિવેદન
કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે જનતાનો અવાજ ભગવાનનો અવાજ છે. પંજાબના લોકોના જનાદેશનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરો. આપને શુભેચ્છાઓ. 

હરીશ ચૌધરીએ લીધી હારની જવાબદારી
કોંગ્રેસના પંજાબ ચૂંટણી પ્રભારી હરીશ ચૌધરીએ હારની જવાબદારી લીધી છે. તેમણે કહ્યું કે પંજાબની જનતાના નિર્ણયનું હું સન્માન કરું છું. સાંસદ જસબીર ગિલના આરોપ પર તેમણે ક હ્યું કે ગિલ  પોતે આ ચૂંટણીમાં ક્યાં હતા? તેઓ અકાલી સાથે હતા. રાજીનામાની વાત પર તેમણે કહ્યું કે તે પાર્ટીનો આંતરિક મામલો છે. સિદ્ધુના રાજીનામા અંગે મને ખબર નથી. 
 

સીએમ કેજરીવાલની ટ્વીટ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબમાં આપના સીએમ ચહેરા ભગવંત માન સાથે એક ફોટો શેર કરતા ટ્વીટ કરી કે આ ઈંકલાબ માટે પંજાબના લોકોનો ખુબ ખુબ આભાર. 

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અશ્વિની શર્મા જીત્યા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ અશ્વિની શર્મા જીતી ગયા છે. પહેલું પરિણામ આવી ગયું. તેઓ પઠાણકોટ બેઠકથી ઉમેદવાર હતા. તેમને 39782 મત મળ્યા. બીજા નંબરે કોંગ્રેસના અમિત વિજ (32363) રહ્યા જ્યારે આમ આદમી પાર્ટીથી વિભૂતિ શર્મા અને શિરોમણી અકાલી દળથી જ્યોતિ પાલ ઉમેદવાર હતા.

કેપ્ટન અમરિન્દર સિંહ હાર્યા
પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ પટિયાલાથી ચૂંટણી હારી ગયા છે. તેમને આપ ઉમેદવાર અજીત પાલ સિંહ કોહલીએ હરાવ્યા. 

આ દિગ્ગજો પાછળ
ચરણજીતસિંહ ચન્ની બંને બેઠકો ચમકૌર સાહિબ અને ભદૌરથી પાછળ છે. નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વ, સુખબીર સિંહ બાદલ જલાલાબાદ, પ્રકાશ સિંહ બાદલ લાંબી બેઠકો પર પાછળ છે. 

આપને પ્રંચડ લીડ
પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીએ ટ્રેન્ડમાં બહુમતનો આંકડો પાર કરીને પ્રચંડ લીડ મેળવી છે. કહી શકાય કે જે પ્રકારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત જીત મેળવી હતી તેવી જ જીત તેણે પંજાબમાં મેળવી છે. 

આપ આગળ
પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટી સૌથી આગળ છે. પાર્ટી જીતને લઈને સંપૂર્ણ રીતે આશ્વસ્ત છે. 

1304 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો
પંજાબ વિધાનસભા ચૂંટણીની 117 બેઠકો પર ગત 20 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. ચૂંટણીમાં કુલ 1304 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 1209 પુરુષ અને 93 મહિલા ઉમેદવારો છે. જ્યારે બે ઉમેદવાર ટ્રાન્સજેન્ડર છે. 

જુઓ Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More