Home> India
Advertisement
Prev
Next

Punjab Assembly Election: પંજાબમાં આખરે વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, હવે આ તારીખે થશે મતદાન

પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખ આખરે ચૂંટણી પંચે બદલી છે. 

Punjab Assembly Election: પંજાબમાં આખરે વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, હવે આ તારીખે થશે મતદાન

નવી દિલ્હી: પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખ આખરે ચૂંટણી પંચે બદલી છે. હવે પંજાબમાં 14 ફેબ્રુઆરીની જગ્યાએ 20 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. લગભગ તમામ રાજકીય પક્ષોએ તારીખ બદલવાની માંગણી કરી હતી. પાર્ટીઓ તરફથી મતદાનની તારીખ બદલવા અંગે પત્ર મળ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. ચૂંટણી પંચે આ મુદ્દે ચર્ચા કરવા માટે આજે એક બેઠક યોજી હતી. 

fallbacks

અત્રે જણાવવાનું કે ભાજપ, કોંગ્રેસ અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો કે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ 14 ફેબ્રુઆરી ન રાખવામાં આવે. કારણ કે રવિદાસ જયંતીના કારણે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો તે દિવસે રાજ્યની બહાર હશે. તેઓ યુપીના વારાણસી જઈ શકે છે. આવામાં તેઓ મતદાન કરી શકશે નહીં અને મતદાનના અધિકારથી વંચિત રહી જશે. 

ભાજપ, કોંગ્રેસ અને પંજાબ લોક કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખીને માગણી કરી હતી કે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખને 14 ફેબ્રુઆરીની જગ્યાએ 16 ફેબ્રુઆરી કરવામાં આવે. અનુસૂચિત જાતિના લોકો મતદાનના અધિકારથી વંચિત રહેવા જોઈએ નહીં.

UP માં કઈંક નવું રંધાઈ રહ્યું છે!, કેન્દ્રીયમંત્રી રાકેશ ટિકૈતના ઘરે પહોંચ્યા

અત્રે જણાવવાનું કે પંજાબ વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં જ યોજાશે. આ અગાઉ ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે 14 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 10 માર્ચના રોજ પરિણામ જાહેર થશે. જો કે હવે મતદાનની તારીખ બદલીને 20 ફેબ્રુઆરી કરવામાં આવી છે. 8 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચે પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. 

BJP માંથી હાંકી કઢાયા બાદ પહેલીવાર બોલ્યા હરક સિંહ રાવત, 'મારું મોઢું ખૂલશે તો વિસ્ફોટ થશે'

નોંધનીય છે કે હાલ પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અકાલી દળ, અને ભાજપ-પંજાબ લોક કોંગ્રેસના ગઠબંધન વચ્ચે આકરી ટક્કર જોવા મળી રહી છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા માટે પોતાની તાકાત લગાવી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More