Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસમાં પ્રિયંકાને અધ્યક્ષ બનાવવા પ્રબળ સુર, થરૂર બાદ કેપ્ટને પણ કરી માંગ

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ પહેલા પણ પાર્ટીની કમાન સંભાળવા માટે યુવા નેતાની ભલામણ કરી ચુક્યા છે

કોંગ્રેસમાં પ્રિયંકાને અધ્યક્ષ બનાવવા પ્રબળ સુર, થરૂર બાદ કેપ્ટને પણ કરી માંગ

ચંડીગઢ : કોંગ્રેસ (Congress) ના નવા અધ્યક્ષ મુદ્દે પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka gandhi vadra) ના નામનું ચર્ચા જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. હાલમાં જ વરિષ્ઠ કોંગ્રેસી નેતા શશિ થરૂરે (Shashi Tharoor) પ્રિયંકા ગાંધી વાડ્રાને નવા અધ્યક્ષ બનાવવાની માંગ કરી હતી. હવે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે (Amarinder Singh) પણ પ્રિયંકા ગાંધી મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. અમરિંદર સિંહે સોમવારે કહ્યું કે, જો કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પ્રિયંકા ગાંધી વાડ્રાની પસંદગી કરી છે તો તેમને તમામ લોકોનું સમર્થન પ્રાપ્ત થશે.

fallbacks

રશિયા સાથે R-27 અંગે 1500 કરોડની ડીલ, આવી છે મિસાઇલની ખાસિયતો
અમરિંદર સિંહે રાહુલ ગાંધીના (Rahul Gandhi)  પાર્ટીનાં ટોપનું પદ છોડવાનાં નિર્ણય અંગે ખેદ વ્યક્ત કર્યો. કોંગ્રેસ નેતા શશિ થરૂરનાં નિવેદન પ્રિયંકા ગાંધી પક્ષ પ્રમુખ તરીકે એક સારી પસંદગી હશે પ્રતિક્રિયા માંગતા કેપ્ટને કહ્યું કે, ભારત એક યુવા રાષ્ટ્ર છે અને તે યુવા નેતા સાથે એક એટેચમેન્ટ અનુભવશે. અમરિંદરે કહ્યું કે, પાર્ટીની બાગડોર  સંભાળવા માટે પ્રિયંકા એક સાચો અને સારો વિકલ્પ રહેશે, જો કે આ બધુ જ કોંગ્રેસ કાર્યસમિતી (સીડબલ્યુસી) અંગે નિર્ભર છે, જે આ મુદ્દે નિર્ણય લેવા માટે અધિકૃત છે. 

કાર્યકાળ પુર્ણ થાય એટલે નેતાઓએ તરત ખાલી કરવા પડશે બંગલા: MODI સરકાર લાવશે બિલ

મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા સાથે J-Kમાં પણ વિધાનસભા ચૂંટણીનું આયોજન
મુખ્યમંત્રી પહેલા પણ પાર્ટીની કમાન સંભાળવા માટે યુવા નેતાની ભલામણ કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, ભારતની ઘણી ખરી વસ્તી યુવાનોની છે, માત્ર એક યુવા નેતા જ લોકો સાથે જોડાઇ શકે છે. એક અન્ય સવાલનાં જવાબમાં અમરિંદરે સ્પષ્ટતા કરી કે પ્રિયંકા પાર્ટી પ્રમુખ બનવા માટે સૌથી વધારે યોગ્ય ઉમેદવાર છે. હાલમાં જ લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ પાર્ટીનાં પુન: નિર્માણ માટે એક ડાયનેમિક યુવા નેતાની જરૂર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More