Home> India
Advertisement
Prev
Next

Punjab Election 2022: ચૂંટણી પરિણામ પહેલાં કોંગ્રેસ એલર્ટ, રિઝલ્ટ બાદ બોલાવી ધારાસભ્યોની બેઠક

Congress Legislative Party meeting: પંજાબ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે 10 માર્ચ સાંજે 5 કલાકે કોંગ્રેસ ભવનમાં ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 

Punjab Election 2022: ચૂંટણી પરિણામ પહેલાં કોંગ્રેસ એલર્ટ, રિઝલ્ટ બાદ બોલાવી ધારાસભ્યોની બેઠક

નવી દિલ્હીઃ 10 માર્ચ એટલે કે ગુરૂવારે પંજાબ સહિત પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. આ પહેલાં તમામ પાર્ટીઓએ કમર કરી છે, હવે સરકાર બનાવવા માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે. પંજાબમાં કોંગ્રેસની સરકાર છે અને ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી છે. મતદાન બાદ સામે આવેલા તમામ એક્ઝિટ પોલ પ્રમાણે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. તો પરિણામના એક દિવસ પહેલા કોંગ્રેસે મહત્વની જાહેરાત કરી છે. ચૂંટણી પરિણામ બાદ તત્કાલ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક થશે. 

fallbacks

નવજોત સિંહ સિદ્ધુએ આપી માહિતી
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને કહ્યુ કે, 10 માર્ચ સાંજે 5 કલાકે કોંગ્રેસ ભવનમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં તમામ જીતેલા ધારાસભ્યોને સામેલ થવાની અપીલ કરવામાં આવી છે. સિદ્ધુ ચૂંટણી પરિણામ પહેલા સતત કેન્દ્રીય નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે, કારણ કે એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સ્થિતિ સારી જોવા મળી નથી. તેવામાં પરિણામ બાદ જ સમીકરણો બનાવવાનું શરૂ થઈ જશે. ધારાસભ્યો પાર્ટી પણ બદલી શકે છે. તેથી કોંગ્રેસે ધારાસભ્ય દળની બેઠક બોલાવી લીધી છે. 

મતદાન બાદ સામે આવેલા એક્ઝિટ પોલ પર નજર કરીએ તો કુલ 117 સીટોમાંથી કોંગ્રેસને માત્ર 22થી 28 સીટો મળી રહી છે. તો આમ આદમી પાર્ટી સરહદી રાજ્યમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી શકે છે. એક્ઝિટ પોલમાં અકાલી દળને 20-26 સીટો અને ભાજપ ગઠબંધનને 7થી 13 સીટ મળી શકે છે. પરંતુ ગુરૂવારે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. 

આ પણ વાંચોઃ Jammu Kashmir Blast: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બ્લાસ્ટ, 1નું મોત, 13ને ઈજા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More