Home> India
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીની જનસભામાં પહોંચ્યા નહી CM ચન્ની, જાખડે ભાજપને કર્યો સવાલ

પંજાબમાં 20 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી 2022 યોજાવાની છે. તે પહેલા અમૃતસર સહિત તમામ વીઆઈપી સીટો પર રાજકીય પારો ગરમાયો છે. ચૂંટણીના ધમાસાણ વચ્ચે રાહુલ ગાંધી આજે હોશિયારપુરમાં જાહેર સભા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સુનીલ જાખડ સહિત પંજાબ પ્રદેશ કોંગ્રેસ (પીસીસી)ના ઘણા નેતાઓ ત્યાં હાજર હતા.

રાહુલ ગાંધીની જનસભામાં પહોંચ્યા નહી CM ચન્ની, જાખડે ભાજપને કર્યો સવાલ

ચંદીગઢઃ પંજાબમાં 20 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી 2022 યોજાવાની છે. તે પહેલા અમૃતસર સહિત તમામ વીઆઈપી સીટો પર રાજકીય પારો ગરમાયો છે. ચૂંટણીના ધમાસાણ વચ્ચે રાહુલ ગાંધી આજે હોશિયારપુરમાં જાહેર સભા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સુનીલ જાખડ સહિત પંજાબ પ્રદેશ કોંગ્રેસ (પીસીસી)ના ઘણા નેતાઓ ત્યાં હાજર હતા.

fallbacks

કેન્દ્ર સરકાર પર હુમલો
પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'દેશનો ખેડૂત ભૂખ્યો છે અને પીએમ મોદી તેમની મહેનત અને અધિકાર બેથી ત્રણ અબજપતિઓને આપવા માંગે છે. તેઓએ ન તો 2 મિનિટનું મૌન પાળીને વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી ના તો તેમના પરિવારોને કોઈ વળતર આપ્યું, જ્યારે રાજસ્થાન અને પંજાબની કોંગ્રેસ સરકારે મૃતક ખેડૂતોના પરિવારોને વળતરની રકમ સોંપી.

'ભાજપે આપ્યા ખોટા વચનો'
રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમએ બધાના બેંક ખાતામાં 15-15 લાખ રૂપિયા આપવાની સાથે બે કરોડ યુવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું શું થયું?

પૂર્વ PCC પ્રમુખે ઉઠાવ્યો સવાલ
પૂર્વ PCC ચીફ સુનિલ જાખડે પણ આ જ રેલીને સંબોધી હતી. તેમણે કહ્યું કે આ રેલી માટે સીએમ ચરણજીત સિંહ ચન્નીને હોશિયારપુર આવવાનું હતું. પરંતુ ચૂંટણી પંચ (EC)એ તેમને અહીં આવવાની પરવાનગી આપી ન હતી. 

જાખરે એમ પણ કહ્યું કે, 'થોડા દિવસો પહેલા જ્યારે પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે પંજાબ આવવાના હતા ત્યારે તેમને ફિરોઝપુર આવવા દેવામાં આવ્યા નથી. તેનો જીવ જોખમમાં હતો. આજે અમારા સીએમ ચન્નીને આવવા દેવામાં આવ્યા ન હતા. શું પીએમ મોદી આના પર થોડો પ્રકાશ પાડશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More