Home> India
Advertisement
Prev
Next

Viral Video: સિદ્ધુ મૂસેવાલાનો હત્યા પહેલાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો, જાણો શું કહ્યું હતું?

Sidhu Moose Wala Video: દેશ વિદેશમાં લોકપ્રિય એવા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાએ હડકંપ મચાવી દીધો છે. સિંગરની રવિવારે ઘાતકી હત્યા કરવામાં આવી. ગઈ કાલે તેના પૈતૃક ગામ મૂસા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હવે આ સમગ્ર પ્રકરણમાં એક નવો વળાંક આવ્યો છે. 

Viral Video: સિદ્ધુ મૂસેવાલાનો હત્યા પહેલાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો, જાણો શું કહ્યું હતું?

Sidhu Moose Wala Video: દેશ વિદેશમાં લોકપ્રિય એવા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાએ હડકંપ મચાવી દીધો છે. સિંગરની રવિવારે ઘાતકી હત્યા કરવામાં આવી. ગઈ કાલે તેના પૈતૃક ગામ મૂસા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હવે આ સમગ્ર પ્રકરણમાં એક નવો વળાંક આવ્યો છે. સિદ્ધુ મૂસેવાલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 

fallbacks

સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો મૂસેવાલાની હત્યા પહેલાનો છે. જેમાં તેણે ચાલુ ગાડીએ પોતાના મોબાઈલથી રેકોર્ડિંગ કર્યું હતું. વીડિયોમાં સિદ્ધુ મૂસેવાલા કહતો જણાય છે કે જ્યારે કોઈ નવો ગાયક ખ્યાતિ મેળવી છે ત્યારે જૂના સ્થાપિત ગાયકો ફોન પર ધમકી આપવા જેવા કામ કરે છે. વીડિયોમાં તે એવું પણ કહેતો જણાય છે કે તેને ફોન અને ઈમેઈલથી ધમકી મળે છે. આવું કામ કરનારા ત્રણ ચાર નાના મોટા છે અને એક તેમનો માસ્ટર છે. બધા સુધરી જાય નહીં તો હું તેમને પાઠ ભણાવી દઈશ. 

વીડિયોમાં સિદ્ધુ એવું પણ કહેતો સંભળાય છે કે હું કોઈના વિશે હવે ખોટું બોલતો નથી એટલે ધમકીઓ આપવાનું કામ છોડી દો. નહીં તો હું બધાને સારી પેઠે જવાબ આપીશ. જો કે હજુ પણ એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો કેટલો જૂનો છે પરંતુ એટલું તો સ્પષ્ટ થાય છે કે સિદ્ધુને ખબર હતી કે તેની હત્યા થઈ શકે છે. અત્રે જણાવવાનું કે સિદ્ધુ મૂસેવાલાની રવિવારે હત્યા થઈ ગઈ. SIT આ મામલે તપાસ કરી રહી છે. સિદ્ધુ મૂસેવાલાને મનસા જિલ્લાના તેના પૈતૃક ગામ મૂસા ખાતે અંતિમ વિદાય અપાઈ. 

જુઓ Video

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More