Home> India
Advertisement
Prev
Next

Firing on Sidhu Moosewala: ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારી હત્યા, માનસા જિલ્લામાં થયું ફાયરિંગ

Sidhu Moosewala News: પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા પર કથિત રીતે માનસાના જવાહરપુર ગામમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. 

Firing on Sidhu Moosewala: ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારી હત્યા, માનસા જિલ્લામાં થયું ફાયરિંગ

ચંદીગઢઃ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાને કથિત રીતે માનલા ગામમાં ગોળી મારવામાં આવી છે. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટના પંજાબ પોલીસ દ્વારા મૂસેવાલા સહિત 24 લોકોની સુરક્ષા પરત લેવાના એક દિવસ બાદ થઈ છે. 

fallbacks

સિદ્ધુ મૂસેવાલાએ પંજાબ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર માનસાથી લડી હતી અને તેને આપ ઉમેદવાર વિજય સિંહલાએ 63 હજાર મતોથી હરાવ્યા હતા. વિજય સિંગલાને હાલમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા હતા. 

પાછલા મહિને સિદ્ધૂ મૂસેવાલાએ પોતાના નવા ગીત બલિ કા બકરામાં આમ આદમી પાર્ટી અને તેના સમર્થકોને નિશાન બનાવ્યા બાદ એક વિવાદ ઉભો થઈ ગયો હતો. ગાયકે કથિત રીતે ગીતમાં આપ સમર્થકોને ગદ્દાર (દેશદ્રોહી) કહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More