Home> India
Advertisement
Prev
Next

આ યુનિવર્સિટીના VCએ વિદ્યાર્થીઓને કહ્યું, 'ઝઘડો થાય તો મર્ડર કરીને આવજો, બાકી હું ફોડી લઈશ'

ઉત્તર પ્રદેશના જોનપુર સ્થિત વીર બહાદુર સિંહ પૂર્વાંચલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રાજા રામ યાદવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. 

આ યુનિવર્સિટીના VCએ વિદ્યાર્થીઓને કહ્યું, 'ઝઘડો થાય તો મર્ડર કરીને આવજો, બાકી હું ફોડી લઈશ'

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના જોનપુર સ્થિત વીર બહાદુર સિંહ પૂર્વાંચલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રાજા રામ યાદવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ગાજીપુરમાં યુનિવર્સિટીની સંબંધિત કોલેજના કાર્યક્રમ દરમિયાન રાજારામ યાદવે વિદ્યાર્થીઓને કહ્યું કે રોતા રોતા મારી પાસે ન આવતા, કોઈનું મર્ડર કરીને આવજો ત્યારબાદ અમે જોઈ લઈશું. વાઈસ ચાન્સેલર ગાજીપુરમાં સત્યદેવ કોલેજ કેમ્પસમાં સત્યદેવ ડિગ્રી કોલેજ તથા ડો. રામ મનોહર લોહિયા ડિગ્રી કોલેજમાં એક જોઈન્ટ સેમિનારને સંબોધિત કરી રહ્યાં હતાં. 

fallbacks

ખેતી માટે જમીન ખરીદવી છે, પણ નથી પૈસા? ખેડૂતો SBIની આ સ્કિમનો લઈ લો લાભ

રાજારામ યાદવે કહ્યું કે 'એક વાત કહી દઉ છું કે જો તમે પૂર્વાંચલ યુનિવર્સિટીના વિદ્યાર્થી હોવ રોતા રોતા મારી પાસે ન આવતા. જો કોઈની સાથે ઝઘડો થાય તો તેની પિટાઈ કરીને આવજો.'વાઈસ ચાન્સેલર સાહેબ અહીં જ ન અટક્યાં. તેમણે આગળ કહ્યું કે 'અને તમારું ચાલે તો તેનું મર્ડર કરીને આવજો ત્યારબાદ અમે ફોડી લઈશું.' 

અંદામાન-નિકોબારને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર પ્રતિબદ્ધ- પીએમ મોદી

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ આ વીડિયો 29 ડિસેમ્બરનો છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2017માં જ યુપીના રાજ્યપાલ રામ નાઈકે રાજારામ યાદવને પૂર્વાંચલ યુનિવર્સિટીના વીસી બનાવ્યાં હતાં. આ અગાઉ રાજારામ યાદવ અલાહાબાદ યુનિવર્સિટીમાં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર હતાં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More