Home> India
Advertisement
Prev
Next

Rabi Crops MSP: દિવાળી પહેલા ખેડૂતો માટે સતત બીજા ખુશખબર, સરકારે લીધો આ મોટો નિર્ણય

Rabi Crops MSP: MSP એ મૂલ્ય હોય છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. એટલે કે સરકાર ખેડૂતો પાસેથી જે પાક ખરીદે છે તેના માટે જે કિંમતની ચૂકવણી કરે છે તેને MSP કહે છે. MSP થી ઓછી ચૂકવણી ખેડૂતોને સરકાર કરતી નથી. આ અગાઉ CACP એ ઘઉ સહિત તમામ રવિ પાકની એમએસપીમાં 3થી 9 ટકાના વધારાની ભલામણ કરી હતી. આશા મુજબ દાળોની એમએસપી પર સૌથી વધુ વધારો થયો છે. 

Rabi Crops MSP: દિવાળી પહેલા ખેડૂતો માટે સતત બીજા ખુશખબર, સરકારે લીધો આ મોટો નિર્ણય

Rabi Crops MSP: દિવાળી પહેલા સરકારે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન નિધિનો 12મો હપ્તો રિલીઝ કર્યો. તેના એક દિવસ બાદ ફરીથી એક ખુશખબર આપ્યા છે. કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના MSP માં વધારો કર્યો છે. કેબિનેટે સરસવના MSP માં 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે. આ ઉપરાંત મસૂરના MSP માં 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને જ્યૂટની MSP માં 110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે. 

fallbacks

MSP માં 3 થી 9 ટકા વધારાની હતી ભલામણ
અત્રે જણાવવાનું કે MSP એ મૂલ્ય હોય છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. એટલે કે સરકાર ખેડૂતો પાસેથી જે પાક ખરીદે છે તેના માટે જે કિંમતની ચૂકવણી કરે છે તેને MSP કહે છે. MSP થી ઓછી ચૂકવણી ખેડૂતોને સરકાર કરતી નથી. આ અગાઉ CACP એ ઘઉ સહિત તમામ રવિ પાકની એમએસપીમાં 3થી 9 ટકાના વધારાની ભલામણ કરી હતી. આશા મુજબ દાળોની એમએસપી પર સૌથી વધુ વધારો થયો છે. 

ખરીફ પાક પર 100 રૂપિયા કર્યો હતો વધારો
આ અગાઉ જૂન મહિનામાં કેન્દ્ર સરકારે ખરીફ પાકના MSP વધારવાની મંજૂરી આપી હતી. તે સમયે કેન્દ્રીય કેબિનેટે 2022-23 વર્ષ માટે ધાનની MSP ને 100 રૂપિયા વધારીને 2040 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી હતી. સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાંથી ખેડૂતોને મોટી રાહત મળવાની આશા છે. 

MSP કેમ નક્કી કરાય છે?
કોઈ પણ પાકનું MSP નક્કી કરવું એટલા માટે જરૂરી હોય છે કારણ કે જેથી કરીને ખેડૂતોને કોઈ પણ ભોગે તે પાકના બદલામાં એક વ્યાજબી ન્યૂનતમ મૂલ્ય મળે. MSP ની જાહેરાત સરકાર તરફથી CACP ની ભલામણના આધારે વર્ષમાં બે વાર (રવિ અને ખરીફ) કરવામાં આવે છે. જ્યારે શેરડીનું MSP શેરડી આયોગ નક્કી કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More