Home> India
Advertisement
Prev
Next

UAE પહોંચ્યા પાંચેય રાફેલ વિમાન, જાણો ભારતમાં ક્યારે થશે લેન્ડિંગ

 ફ્રાન્સથી આવી રહેલા પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) પહોંચી ચુક્યો છે. ફ્રાન્સના મેરિનેક એરબેઝથી ભારત માટે ઉડાન ભરનાર રાફેલ વિમાનોએ સતત 7 કલાક સુધી ઉડાન ભરી છે. 

UAE પહોંચ્યા પાંચેય રાફેલ વિમાન, જાણો ભારતમાં ક્યારે થશે લેન્ડિંગ

નવી દિલ્હીઃ ફ્રાન્સથી આવી રહેલા પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) પહોંચી ચુક્યો છે. ફ્રાન્સના મેરિનેક એરબેઝથી ભારત માટે ઉડાન ભરનાર રાફેલ વિમાનોએ સતત 7 કલાક સુધી ઉડાન ભરી છે. રાફેલ વિમાનોના પ્રથમ જથ્થામાં સામેલ પાંચ વિમાનોએ સંયુક્ત અરબ અમીરાતના અલ દફરા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. 

fallbacks

યૂએઈના અલ દફરા એરપોર્ટ પર વિમાનોની લેન્ડિંગ પાયલટોને આરામ આપવા માટે કરવામાં આવ્યું છે. આ પાંચ રાફેલ વિમાન સાત હજાર કિલોમીટરનું અંતર કાપીને 29 જુલાઈએ ભારત પહોંચશે. જ્યાં તેને અંબાલામાં ભારતીય વાયુ સેનાના બેડામાં સામેલ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે ફ્રાન્સની સાથે 36 રાફેલ વિમાનોની ખરીદી માટે વર્ષ 2016મા કરાર થયા હતા. આ સમજુતી બાદ ભારતને મળનાર રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો છે. કોરોનાને કારણે વિમાનોની ડિલીવરીમાં થોડો વિલંબ થયો હતો. કરાર પ્રમાણે બે વર્ષમાં ભારતને 36 રાફેલ વિમાન મળવાના છે. 

રાફેલની આ તસવીરો જોઇને તમે આંકી શકશો તેની તાકત, ભલભલાનો છોડાવી દેશે પરસેવો
 

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડિસેમ્બર 2021 સુધી બધા 36 રાફેલ વિમાન ફ્રાન્સ પાસેથી ભારતને મળી જશે. આ પહેલા ફ્રાન્સના મેરિનેક એરબેઝથી રાફેલ વિમાનોએ ભારત માટે ઉડાન ભરી હતી. આ તકે ફ્રાન્સમાં ભારતના રાજદૂત જાવેદ અશરણ પણ એરબેઝ પર હાજર રહ્યાં હતા. 

ભારતીય રાજદૂતે પાયલટો સાથે મુલાકાત કરીને શુભકામનાઓ આપી, સાથે રાફેલની ઉત્પાદન કરતી દસાલ્ટ એવિએશનને પણ શુભેચ્છા પાઠવી હતી. મહત્વનું છે કે 2016મા ભારત સરાકારે ફ્રાન્સની સાથે 36 રાફેલ વિમાનોની ખરીદી માટે કરાર કર્યો હતો. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More