Home> India
Advertisement
Prev
Next

VIDEO: રાફેલને 137 કરોડ ભારતીયોના 'નમસ્કાર', અંબાલામાં થયું ફાઈટર વિમાનોનું સુરક્ષિત લેન્ડિંગ

ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં આજનો દિવસ ખુબ જ  ખાસ છે. આધુનિક ટેક્નોલોજીથી લેસ 5 ફાઈટર વિમાન રાફેલ ભારત પહોંચી રહ્યાં છે. UAEથી ઉડાણ ભર્યા બાદ જ્યારે પાંચેય રાફેલ વિમાનોએ ભારતીય વાયુસેનામાં એન્ટ્રી લીધી તો કંટ્રોલ રૂમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.  આ વિમાનો હવે હરિયાણાના અંબાલા પહોચ્યાં ગયા અને પાંયેય વિમાનનું અંબાલાના એરબેઝ પર સુરક્ષિત લેન્ડિંગ થયું છે. 

VIDEO: રાફેલને 137 કરોડ ભારતીયોના 'નમસ્કાર', અંબાલામાં થયું ફાઈટર વિમાનોનું સુરક્ષિત લેન્ડિંગ

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં આજનો દિવસ ખુબ જ  ખાસ છે. આધુનિક ટેક્નોલોજીથી લેસ 5 ફાઈટર વિમાન રાફેલ ભારત પહોંચી ગયાં. રાફેલ વિમાનોનું અંબાલા એરબેઝ પર સુરક્ષિત લેન્ડિંગ થઈ ગયું છે. આ અગાઉ UAEથી ઉડાણ ભર્યા બાદ જ્યારે પાંચેય રાફેલ વિમાનોએ ભારતીય વાયુસેનામાં એન્ટ્રી લીધી તો IAS કોલકાતાના કંટ્રોલ રૂમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કહ્યું કે ગર્વની ઉડાણ છે, હેપ્પી લેન્ડિંગ. રાફેલ વિમાનોની સાથે બે સુખોઈ વિમાનો Su-30MKIs પણ હતાં જે તેમને એસ્કોટ કરી રહ્યાં હતાં. 

fallbacks

અંબાલા એરબેઝ પર કર્યું સુરક્ષિત લેન્ડિંગ
પાંચ રાફેલ ફાઈટર જેટ્સે અંબાલાના એરબેઝ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું. 

આ ફાઈટર વિમાનોએ સોમવારે ફ્રાન્સીસી શહેર બોરદુના મેરિગ્નેક એરબેઝથી ઉડાણ ભરી હતી. વિમાન લગભગ 7000 કિમીનું અંતર કાપીને બુધવારે એટલે કે આજે અંબાલા પહોંચ્યાં. આ વિમાનોમાં એક સીટવાળા 3 વિમાનો અને બે સીટવાળા બે વિમાન છે. અંબાલાની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. કલમ 144 લાગુ છે. તસવીરો લેવા અને વીડિયો બનાવવા પર રોક છે. 

INS કોલકાતાના કંટ્રોલ રૂમે કર્યું સ્વાગત
વાત જાણે એમ છે કે UAE છોડ્યા બાદ  જ્યારે રાફેલ વિમાનોએ ઉડાણ ભરી તો થોડીવારમાં ભારતીય વાયુસેનામાં એન્ટ્રી લીધી. જ્યારે આ વિમાન અરબ સાગરથી નીકળ્યા તો INS કોલકાતા કંટ્રોલ રૂમમાંથી જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન INS કોલકાતા કંટ્રોલ રૂમે કહ્યું કે વેલકમ ટુ ધ ઈન્ડિયન ઓશન...ઈન્ડિયન નેવલ વોર શિપ, ડેલ્ટા 63 એરો લીડર. મે યુ ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, હેપ્પી હંટિંગ, હેપ્પી લેન્ડિંગ. (ભારતીય સમુદ્ર ક્ષેત્રમાં તમારું સ્વાગત છે. આશા છે કે તમે આકાશની ઊંચાઈઓને આંબો, તમારું લેન્ડિંગ સફળ રહે)

જવાબમાં રાફેલ વિમાનમાં હાજર પાયલટે પણ આભાર વ્યક્ત કર્યો. આ સાથે જ કહ્યું કે ભારતીય નેવીનું જહાજ સરહદની રક્ષા માટે અહીં હાજર છે , તે સંતુષ્ટિ કરનારું છે. 

અત્રે જણાવવાનું કે મંગળવારે પાંચેય રાફેલ વિમાનોએ ફ્રાન્સથી ઉડાણ ભરી હતી. ત્યારબાદ આ વિમાનો UAEમાં ફ્રાન્સના એરબેઝ પર રોકાયા હતાં. ત્યારબાદ આજે બપોરે UAEથી ઉડાણ ભરી. આ વિમાનો અંબાલા એરબેઝ પર લેન્ડિંગ કરશે. અહીં તેમને વોટર સેલ્યુટ આપી સ્વાગત કરાશે. 

ગ્રુપ કેપ્ટન હરકિરત સિંહ આ પાંચેય રાફેલ વિમાનોનું નેતૃત્વ કરી રહ્યાં છે. અંબાલામાં આ વિમાનોને રિસિવ કરવા માટે વાયુસેના પ્રમુખ આરકેએસ ભદોરિયા પોતે હાજર રહેવાના છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More