Home> India
Advertisement
Prev
Next

રાહુલ ગાંધી દેશ પાસે માફી માંગે, કોંગ્રેસના હાથ ભ્રષ્ટાચારથી રંગાયેલા છે: રવિશંકર પ્રસાદ

રાફેલ ડીલ મામલે (Rafael Deal) પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આજે ભાજપે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ દેશ પાસે માફી માંગવી જોઇએ. ભાજપ નેતા અને કેંદ્વીય મંત્રી રવિશંકર પ્રસાદ  (Ravi Shankar Prasad) એ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે જેમના હાથ દેશ સાથે દગો કરવામાં રંગાયેલા છે.

રાહુલ ગાંધી દેશ પાસે માફી માંગે, કોંગ્રેસના હાથ ભ્રષ્ટાચારથી રંગાયેલા છે: રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી: રાફેલ ડીલ મામલે (Rafael Deal) પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આજે ભાજપે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ દેશ પાસે માફી માંગવી જોઇએ. ભાજપ નેતા અને કેંદ્વીય મંત્રી રવિશંકર પ્રસાદ  (Ravi Shankar Prasad) એ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે જેમના હાથ દેશ સાથે દગો કરવામાં રંગાયેલા છે તે પોતાના રાજકીય ફાયદા માટે ખોટા આરોપ લગાવે. કોંગ્રેસના હાથ ભષ્ટ્રાચારથી રંગાયેલા છે. રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો દેશની સુરક્ષાની જીત છે. ભારતની સુરક્ષાની જીત છે. સત્યમેવ જયતે. રાહુલ ગાંધીને વ્યક્તિગત રીતે દેશ સમક્ષ માફી માંગવી જોઇએ. રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સત્યની જીત છે. 

fallbacks

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી સલાહ- 'તમે પાર્ટીમાં મોટું પદ સંભાળો છો, નિવેદન આપતી વખતે...'

કેંદ્વીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાના જુઠાણામાં ફ્રાંસના રાષ્ટ્રપતિને લપેટ્યા. તેમણે કહ્યું કે રાફેલ ડીલનો આયોજનબદ્ધ રીતે વિરોધ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ રક્ષા મંત્રીની ટિપ્પણીને છુપાવી અને અધુરો પત્ર બતાવ્યો હતો. રક્ષા સોદામાં ગરબડીનો કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે. રાહુલ ગાંધીના આરોપો પાછળ આખરે કઇ તાકાત હતી આ દેશ જાણવા માંગે છે. 

મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહનું નિધન, આઇંસ્ટાઇનના સિદ્ધાંતને પડકાર્યો હતો

રવિશંકર પ્રસાદે કહ્યું 'સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલાક લોકોની વિચારધારા કોર્ટ દ્વારા કોઇ તપાસનો આધાર ન બનાવી શકે. કોર્ટે ભારત સરકારને પણ કોઇ ફાયદો પહોંચાડ્યો છે. ઓક્શનમાં ભારત સરકારની કોઇ ભૂમિકા રહી નથી. 

સબરીમાલા: દેવતાનું ચરિત્ર બ્રહ્મચારી, આસ્થાના કારણે મહિલાઓના પ્રવેશનો થયો વિરોધ

જોકે ગુરૂવાર સુપ્રીમ કોર્ટે રાફેલ સોદા મામલે તપાસની માંગવાળી સમીક્ષા અરજીને નકારી કાઢી. ન્યાયમૂર્તિ એસ.કે.કૌલએ આદેશ વાંચતા કહ્યું કે સમીક્ષા અરજી અયોગ્ય છે. સુપ્રીમ કોર્ટે દસો એવિએશનથી સંબદ્ધ રાફેલ મામલે તપાસ માટે પ્રાથમિકી દાખલ કરવાની માંગવાળી અરજીને નકારી કાઢી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More