નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માટે જાહેર કરવામાં આવેલા ભાજપના સંકલ્પ પત્ર પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે ભાજપના ચૂંટણી ઢંઢેરાને એક વ્યક્તિની અવાજ ગણવાતા દાવો કર્યો છે કે, તેને બંધ રૂમમાં તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં દૂરદર્શિતાનો અભાવ છે. તેમણે એવો દાવો કર્યો છે કે, તેમની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો લાંબા વિચાર-વિમર્શ બાદ તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં જનતાનો અવાજ સામેલ છે. ગાંધીએ ટ્વિટ કર્યું છે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વિચાર-વિમર્શના માધ્યમથી તૈયાર થયો છે. તેમાં 10 લાખથી વધારે ભારતીય નાગરીકોનો અવાજ સામેલ છે. આ સમજદારી ભર્યું અને પ્રભાવશાળી દસ્તાવેજ છે.
વધુમાં વાંચો: અધિકારીઓને એવું કંઇ નથી મળ્યું જે તેઓ જપ્ત કરી શકે: OSD પ્રવિણ કક્કડ
તેમણે દાવો કર્યો, ભાજપનો ચૂંટણી ઢંઢેરો બંધ રૂમમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં એક અલગ થલગ પડેલા વ્યક્તિનો અવાજ છે. આ અદૂરદર્શી અને અહંકાર ભર્યો છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે ‘સંકલ્પ પત્ર’ના નામથી તેમનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેમાં ભાજપે રાષ્ટ્રીય સુરક્ષા પર ભાર આપવાની સાથે આતંકવાદીઓ સામે ‘જીરો ટોલરેન્સ’ની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સાથે જ 60 વર્ષની ઉમર બાદ ખેડૂતો અને નાના દુકાનદારોને પેન્શન આપવા સહિતના વચનો આપ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ 10 એપ્રિલે અમેઠીમાંથી ઉમેદવારી નોંધાવશે
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 10 એપ્રિલે ઉત્તર પ્રદેશના અમેઠી સાંસદીય ક્ષેત્રથી ઉમેદવારી નોંધાવશે. જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અનિલ સિંહએ જણાવ્યું કે, રાહુલ ગાંધી 10 એપ્રિલના જિલ્લા ચૂંટણી કચેરીમાં ઉમેદવારી પત્ર ભરશે અને આ સાથે જ તેઓ ગૌરીગંજમાં રોડ શો પણ કરશે. અમેઠીના જિલ્લાધીકારીના કાર્યાલયમાં આવેલા એસપીજીના પત્ર અનુસાર રાહુલની સાથે સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે અને ઉમેદવારી હેલા રાહુલ ગાંધી ગૌરીગંજ નગરમાં રોડ શો પણ કરશે.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019 : મતદાન પૂર્વે રાજકીય પાર્ટીની ઓફિસમાં જઇ રહ્યા હતા 8 કરોડ રૂપિયા, પોલીસે કર્યા જપ્ત
રાહુલ ગાંદી ચૌથી વખત અમેઠીથી ઉમેદવારી પત્ર ભરશે. તેઓ છેલ્લા 15 વર્ષથી લોકસભામાં અમેઠીનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ વખતે રાહુલ ગાંધીની સામે ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઇરાની ચૂંટણી લડશે. સ્મૃતિ ઇરાની 2014માં પણ અહીંથી મેદાનમાં આવી હતી અને લગભગ 1 લાખ 7 હજાર મતોના અંતરથી ચૂંટણી હારી ગઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે