Home> India
Advertisement
Prev
Next

પાક. મીડિયાનો હાથો બન્યા રાહુલ ગાંધી? નિવેદનનો થઇ રહ્યો છે ઉપયોગ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) ગત્ત શનિવારે (24 ઓગષ્ટ) કાશ્મીર ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી સહિત 11 અન્ય વિપક્ષી નેતાઓને શ્રીનગર (Srinagar) હવાઇ મથકથી જ પરત જ મોકલી દેવાયા હતા. બીજી તરફ રાહુલ ગાંધીએ રવિવારે એક ટ્વીટ કર્યું. ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) ના લોકોની સ્વતંત્રતા અને નાગરિક આઝાદી પર અંકુશ લગાવતા 20 દિવસ થઇ ગયા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદન સામે આવ્યા બાદથી જ તેઓ પાકિસ્તાની મીડિયા (Pakistan) ના પોસ્ટર બોય બની ગયા છે. પાકિસ્તાની મીડિયામાં તેમનું આ નિવેદન સમાચારોમાં છવાયેલું છે અને તેમનાં આ નિવેદનને ચગાવી રહ્યા છે.

પાક. મીડિયાનો હાથો બન્યા રાહુલ ગાંધી? નિવેદનનો થઇ રહ્યો છે ઉપયોગ

નવી દિલ્હી : કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) ગત્ત શનિવારે (24 ઓગષ્ટ) કાશ્મીર ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી સહિત 11 અન્ય વિપક્ષી નેતાઓને શ્રીનગર (Srinagar) હવાઇ મથકથી જ પરત જ મોકલી દેવાયા હતા. બીજી તરફ રાહુલ ગાંધીએ રવિવારે એક ટ્વીટ કર્યું. ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) ના લોકોની સ્વતંત્રતા અને નાગરિક આઝાદી પર અંકુશ લગાવતા 20 દિવસ થઇ ગયા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદન સામે આવ્યા બાદથી જ તેઓ પાકિસ્તાની મીડિયા (Pakistan) ના પોસ્ટર બોય બની ગયા છે. પાકિસ્તાની મીડિયામાં તેમનું આ નિવેદન સમાચારોમાં છવાયેલું છે અને તેમનાં આ નિવેદનને ચગાવી રહ્યા છે.

fallbacks

fallbacks

સેકંડોમાં ઘુળ ચાટતા થઇ જશે દુશ્મન, ભારત 114 ફાઇટર પ્લેન ખરીદશે
રાહુલ ગાંધીએ ટ્વીટમાં આગળ લખ્યું કે, વિપક્ષ અને પ્રેસને જમ્મુ કાશ્મીર મુલાકાતના પ્રયાસ કરવા દરમિયાન અહેસાસ થયો કે લોકો પર કઠોર બળ પ્રયોગ અને પ્રશાસનિકક્રુરતા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, વિપક્ષને તેનો અનુભવ થયો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી સહિત વિપક્ષનાં 11 નેતાઓનાં પ્રતિનિધિમંડળ શનિવારે ખીણની મુલાકાત લેવા માટે શ્રીનગર એરપોર્ટ પહોંચ્યા હતા. જો કે તંત્રના અધિકારીઓએ નેતાઓને તેની પરવાનગી ન આપી અને તેમને પરત મોકલી દીધા. 

આર્ટિકલ 370: હવે વિકાસની રાહ દોડશે J&K, સરકારની 85 યોજનાઓ લાગુ

નક્સલવાદીઓ પર કસાશે નકેલ, 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગૃહમંત્રીની બેઠક
રાહુલ ગાંધીએ પોતાનાં ટ્વીટ સાથે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રાહુલ અધિકારીઓને કહ્યું કે, દેખાઇ રહ્યું છે કે તેઓ રાજ્યપાલના આમંત્રણ પર શ્રીનગર આવ્યા છે. વીડિયોમાં તેઓ સલાહ આપી રહ્યા છે કે તેમને સમુહમાં નહી તો પછી વ્યક્તિગત્ત રીતે ખીણની મુલાકાત લેવા દેવામાં આવે. રાહુલ ગાંધીએ વીડિયો દ્વારા આરોપ લગાવ્યો કે પ્રતિનિધિમંડળની સાથે પહોંચેલા મીડિયા કર્મચારીઓ સાથે ગેરવર્તણુંક કરવામાં આવી, તેનાથી સ્પષ્ટ છે કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતી સામાન્ય નથી.

G-7 સભ્ય નહી હોવા છતા મળ્યું આમંત્રણ, સતત વધી રહ્યો છે દેશનો દબદબો
બીજી તરફ આ મુદ્દે જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે શનિવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પર તીખો પ્રહાર કરતા કહ્યું કે, હાલ રાહુલ ગાંધીની અહીં કોઇ જ જરૂર નથી. તેમની જરૂરિયાત ત્યારે હતી જ્યારે તેમના સહયોગી સંસદમાં બોલી રહ્યા હતા. જો તેઓ સ્થિતીને બગાડવા ઇચ્છતા હોય તો અહીં આવીને દિલ્હીમાં તેમના દ્વારા જણાવાયેલા અસત્યને દોહરાવવા માંગતા હોય, તો તે સારુ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More