Home> India
Advertisement
Prev
Next

Covid-19: દેશમાં કોરોના કાબૂ બહાર, રાહુલ ગાંધીએ બંગાળમાં ચૂંટણી રેલીઓ રદ કરી

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ બેકાબૂ બની ગયું છે. આ કારણે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પશ્ચિમ બંગાળમાં પોતાની 5 ચૂંટણી રેલીઓ રદ કરી છે.

Covid-19: દેશમાં કોરોના કાબૂ બહાર, રાહુલ ગાંધીએ બંગાળમાં ચૂંટણી રેલીઓ રદ કરી

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ બેકાબૂ બની ગયું છે. આ કારણે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પશ્ચિમ બંગાળમાં પોતાની 5 ચૂંટણી રેલીઓ રદ કરી છે. આ સાથે જ રાહુલ ગાંધીએ બીજા નેતાઓને પણ કોરોનાની હાલની સ્થિતિ ધ્યાનમાં રાખીને મોટી રેલીઓથી થનારા ખરાબ પરિણામો અંગે વિચારવાની સલાહ આપી છે. 

fallbacks

કેન્દ્ર પર સાધ્યું નિશાન
આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દેશમાં કોરોનાની કથળેલી સ્થિતિને લઈને ફરીથી એકવાર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે બીમારો અને મૃતકોની ભીડ પહેલીવાર જોઈ છે. 

રાહુલ ગાંધીએ શનિવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે સ્મશાન અને કબ્રસ્તાન બંને જે કહ્યું તે કર્યું. થોડા દિવસ પહલે બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભાને સંબોધિત કરતા પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. નોંધનીય છે કે દેશમાં કોરોનાની સ્થિતિને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રની મોદી સરકાર પર સતત નિશાન સાંધી રહ્યા છે. 

પીએમ મોદીએ કરી સ્થિતિની સમીક્ષા
આ અગાઉ આજે સવારે 11 વાગે વારાણસીમાં કોરોનાની સ્થિતિને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક કરી. આ દરમિયાન કોરોના સંક્રમણને પહોંચી વળવાની તૈયારીઓને લઈને અધિકારીઓ સાથે મંથન થયું. પીએમ મોદીની આ બેઠકમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ડોક્ટરો પણ સામેલ રહ્યાં. 

Coronavirus: Kumbh Mela માંથી પાછા ફરેલા લોકો માટે દિલ્હી સરકારે લીધો મોટો નિર્ણય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More