નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉર્જા પાવર પ્લાન્ટ્સના ઉપયોગથી સ્વચ્છ પીવાનું પાણી પેદા કરવા સંબંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભલામણોને લઇને શુક્રવારે ટ્વીટ કરી તેમના પર કટાક્ષ કર્યો છે. ત્યારબાદ ભાજપ નેતાઓએ વળતો પ્રહાર કરતાં રાહુલ ગાંધીને જવાબ આપતાં કહ્યું કે કોંગ્રેસ નેતાને સાઇયન્સ પત્રો વાંચવાની જરૂર છે.
જોકે રાહુલ ગાંધીએ એક પવન ઉર્જા કંપનીના સીઇઓની સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો વીડિયો શેર કરતાં ટ્વીટ કર્યું 'ભારતને અસલી ખતરો એ નથી કે આપણા પ્રધાનમંત્રીને સમજણ નથી, પરંતુ એ છે કે તેમની આસપાસના લોકોમાંથી તેમને આ વિશે જણાવવાની હિંમત નથી.
વીડિયોમાં પ્રધાનમંત્રી એમ કહેતાં સંભળાય છે કે પવન ઉર્જા પ્રોજેક્ટ્નો ઉપયોગ કરીને ના ફક્ત ઉર્જા, પરંતુ ઓક્સીજન અને સ્વચ્છ પીવાનું પાણી પેદા કરી શકાય છે.
રાહુલ ગાંધીએ પીએમ પર કરવામાં આવેલા આ કટાક્ષ પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વળતો પ્રહાર કરતાં કહ્યું 'રાહુલ ગાંધીની આસપાસના લોકોને એમ કહેવાની હિંમત નથી કે તેમને સમજણ પડતી નથી. તેમણે તે વિચાર માટે પ્રધાનમંત્રીની મજાક બનાવી જેને દુનિયાની એક મોટી કંપનીના સીઇઓએ સમર્થન કર્યું.
ત્યારબાદ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ નેતા પર નિશાન સાધતાં કહ્યું 'રાહુલ જી, તમે રાત્રે ઉઠી જજો અને બે વિજ્ઞાન પત્ર વાંચો તેમને હું સંલગ્ન કર્યા છે. સંબિત પાત્રાએ આ સાથે બે સમાચારો શેર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે પવન ઉર્જા પ્લાન્ટના ઉપયોગથી પાણી પેદા કરી શકાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે