નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટી અહીં ખાતુ ખોલાવી શકે તેવી સ્થિતિમાં નથી. રાત્રે 8.30 કલાક સુધીના ટ્રેન્ડ પ્રમાણે કુલ 292 સીટોમાંથી ટીએમસી રેકોર્ડ 216 સીટ જીતતી જોવા મળી રહી છે. તો ભાજપ 75 સીટો પર આગળ છે. અન્યના ખાતામાં એક સીટ આવતી જોવા મળી રહી છે.
2016ની વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને (TMC) ને 211 સીટ પર જીત મળી હતી. તો ભાજપને માત્ર ત્રણ સીટ મળી હતી. કોંગ્રેસે તે ચૂંટણીમાં 44 અને વામ મોર્ચાએ 26 સીટથી સંતોષ કરવો પડ્યો હતો.
I’m happy to congratulate Mamata ji and the people of West Bengal for soundly defeating the BJP.
— Rahul Gandhi (@RahulGandhi) May 2, 2021
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટીની મોટી જીત પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, 'હું મમતા બેનર્જી અને પશ્ચિમ બંગાળના લોકોને ભાજપને હરાવવા માટે શુભેચ્છા આપુ છું.'
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન પર રાહુલ ગાંધીએ કહ્યુ કે, તે જનાદેશનો સ્વીકાર કરે છે અને પાર્ટી મૂલ્યો તથા આદર્શો માટે પોતાનો સંઘર્ષ જારી રાખશે. તેમણે ટ્વીટ કર્યું, અમે જનાદેશનો વિનમ્રતાથી સ્વીકાર કરીએ છીએ. અમારા કાર્યકર્તા અને અમને સમર્થન આપનારા લાખો લોકોનો આભાર. અમે મૂલ્યો અને આદર્શો માટે અમારી લડાઈ જારી રાખીશું. જય હિંદ.
આ પણ વાંચોઃ Bengal Result: બંગાળમાં ભાજપની હારના પાંચ કારણ, મોદી-શાહ પર ભારે પડ્યા મમતા બેનર્જી
રાહુલ ગાંધીએ તમિલનાડુમાં જીત માટે દ્રમુક નેતા એમકે સ્લાટિનને શુભેચ્છા આપી. રાહુલે કહ્યુ, 'તમિલનાડુના લોકોએ પરિવર્તન માટે મત આપ્યો. અમે તમારા (સ્ટાલિન) ના નેતૃત્વમાં લોકોના વિશ્વાસને સાચો સાબિત કરીશું.' મહત્વનું છે કે આ ચૂંટણીમાં ડીએમકે અને કોંગ્રેસ સાથે મળી લડી રહી છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે