Home> India
Advertisement
Prev
Next

બળતુ ઘર કૃષ્ણાર્પણ: અમેઠીમાં હાર ભાળી ગયેલ કોંગ્રેસ રાહુલને બીજી સીટ પરથી પણ લડાવશે

અમેઠી લોકસભા સીટથી ત્રણ વખત સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે કોઇ અન્ય સીટથી ચૂંટણી લડી શકે છે. અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની કોઇ સીટથી તેઓ ચૂંટણી લડે તેવી શક્યતાઓ પ્રબળ થઇ છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા પણ માંગ કરી રહ્યા છે કે તેમને વધારે એખ સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવે. દક્ષિણ ભારતથી રાહુલની ચૂંટણી લડવાની શક્યતા પહેલાથી જ હતી. જો કે તે અગાઉ મહારાષ્ટ્રની નાંદેડ સીટ અથવા તો મધ્યપ્રદેશની કોઇ સુરક્ષીત સીટ પર લોકસભા ચૂંટણી લડી શકે છે.

બળતુ ઘર કૃષ્ણાર્પણ: અમેઠીમાં હાર ભાળી ગયેલ કોંગ્રેસ રાહુલને બીજી સીટ પરથી પણ લડાવશે

નવી દિલ્હી : અમેઠી લોકસભા સીટથી ત્રણ વખત સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે કોઇ અન્ય સીટથી ચૂંટણી લડી શકે છે. અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની કોઇ સીટથી તેઓ ચૂંટણી લડે તેવી શક્યતાઓ પ્રબળ થઇ છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા પણ માંગ કરી રહ્યા છે કે તેમને વધારે એખ સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવે. દક્ષિણ ભારતથી રાહુલની ચૂંટણી લડવાની શક્યતા પહેલાથી જ હતી. જો કે તે અગાઉ મહારાષ્ટ્રની નાંદેડ સીટ અથવા તો મધ્યપ્રદેશની કોઇ સુરક્ષીત સીટ પર લોકસભા ચૂંટણી લડી શકે છે.

fallbacks

સુત્રો અનુસાર કોંગ્રેસની યોજના છે કે જો રાહુલ ગાંધી એક વધારે સીટ પરથી ચૂંટણી લડે તો તેની આસપાસની સીટો પર પણ કોંગ્રેસ માટે વાતાવરણ બનશે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં જો રાહુલ ગાંધી ચૂંટણી લડે છે તો હિંદી પટ્ટીમાં નબળી પડી રહેલી કોંગ્રેસ એક પ્રકારે સાઉથમાં રિકવર કરી શકે છે. 

વડાપ્રધાન મોદી બે સીટ પરથી લડ્યા હતા ચૂંટણી
ગત્ત લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી અને વડોદરાની બે લોકસભા સીટો પરથી ચૂંટણી લડી હતી. એવામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ પણ રાહુલ ગાંધી બે સીટ પરથી ચૂંટણી લડે તેવી માંગ કરી છે. તેમણે અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની કોઇ પણ સીટ પરથી ચૂંટણી લડવી જોઇએ તેવી માંગ છે. અગાઉ તેમના મહારાષ્ટ્રના નાંદેડમાંથી ચૂંટણી લડવાની ચર્ચાઓ ચાલી રહી હતી. 

કોંગ્રેસને વધારે એક ઝટકો, પૂર્વ સાંસદ અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા

મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની આ સીટ પર રાહુલનાં ઉતરવાના ક્યાસને તે સમયે હવા મળી જ્યારે પૂર્વ સીએમએ નિવેદન આપ્યું કે, જો રાહુલ અહીંથી ચૂંટણી લડે છે તો તેમનું સ્વાગત છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે. તેઓ કોઇ પણ લોકસભા સીટ પર સફળતાપુર્વક લડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More