Home> India
Advertisement
Prev
Next

નોર્થ ઈસ્ટ દિલ્હીનો પ્રવાસ કરશે રાહુલ ગાંધી, આખરે CAA પર શું છે રાજકારણ?


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હિંસા પ્રભાવિત નોર્થ ઈસ્ટ દિલ્હીનો પ્રવાસ કરશે. આ વચ્ચે સવાલ ઉઠી રહ્યાં છે શું તેમનું તેવી જગ્યાએ જવું યોગ્ય છે, જ્યાં હજુ માહોલ સંપૂર્ણ રીતે શાંત થયો નથી. 

નોર્થ ઈસ્ટ દિલ્હીનો પ્રવાસ કરશે રાહુલ ગાંધી, આખરે CAA પર શું છે રાજકારણ?

નવી દિલ્હીઃ નોર્થ ઈસ્ટ દિલ્હીમાં ભડકેલી હિંસાની આગ હજુ સંપૂર્ણ રીતે શાંત થઈ નથી, આ વચ્ચે કોંગ્રેસે એક મોટો નિર્ણય લીધો છે. તેના એક ડેલિગેશનનો ભાગ રાહુલ ગાંધી પણ હોઈ શકે છે તે હિંસા પ્રભાવિત વિસ્તારમાં જશે. તેવામાં તે સ્પષ્ટ રીતે સમજવું મુશ્કેલ છે કે સંશોધિત નાગરિકતા કાયદો (સીએએ) પર રાહુલ ગાંધી ક્યાં પ્રકારની રાજનીતિ કરવા ઈચ્છે છે. 

fallbacks

રાહુલ ગાંધી અત્યાર સુધી એન્ટી સીએએ રેલીઓમાં ભાગ લઈ રહ્યાં હતા અને ખુલીને તેનો વિરોધ નોંધાવતા હતા. નોર્થ ઈસ્ટ દિલ્હીમાં પણ હિંસા સીએએ પર થઈ હતી. હિંસા સૌથી પહેલા સીએએનું સમર્થન અને વિરોધ કરનાર લોકો વચ્ચે શરૂ થઈ હતી. તેવામાં સવાલ તે છે કે શું રાહુલ ગાંધી જેવા મોટા નેતાનું આ વિસ્તારમાં જવું યોગ્ય રહેશે જ્યાં માહોલ હાલ પોલીસ અને ફોર્સની મદદથી કાબુમાં હોય. જો રાહુલ ગાંધીને જોઈ ટોળું ભડકે તો તેની જવાબદારી કોની હશે?

નિર્ભયા કેસ: પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી, તમામ દોષિતો માટે હવે બચવાના રસ્તા બંધ

સવાલ તો તે પણ ઉઠે છે કે રાહુલ ગાંધીએ તે દરમિયાન નિવેદન કેમ ન આપ્યું જ્યારે આ હિંસા ભડકવી શરૂ થઈ હતી. તે દરમિયાન તેમના તરફથી પ્રદર્શનકારીઓ અને તેની વિરુદ્ધ બેઠેલા લોકોને શાંત રહેવાની અપીલ કેમ ન કરવામાં આવી.

ભાજપે લગાવ્યો ભડકાવાનો આરોપ
ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે રાહુલ ગાંધી ત્યાં જવા ઈચ્છે છે. સાથે તે પણ આરોપ લગાવ્યો કે, તેમના માતા સોનિયા ગાંધીએ ખુદ લોકોને ભડકાવ્યા હતા. લોકોને ભ્રમિત કર્યાં હતા. 

કોંગ્રેસના નેતાનું પણ આવ્યું હતું નામ
મહત્વનું છે કે દિલ્હી હિંસામાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સેલર ઇશરત જહાંનું પણ નામ આવ્યું હતું, તેમની ધરપકડ થઈ છે. પરંતુ રાહુલ ગાંધીએ તેના પર કંઇ કહ્યું નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More