Home> India
Advertisement
Prev
Next

Breaking News: Modi Surname માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, સજા પર લગાવ્યો સ્ટે

Rahul Gandhi News: સુપ્રીમ કોર્ટ (SC) માં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi)  ના વકીલે કહ્યું કે રાહુલ વિરુદ્ધ એવો કોઈ કેસ નથી, જે સમાજ વિરુદ્ધ ગુનો હોય. રાહુલ પર કોઈ બળાત્કાર કે હત્યાનો આરોપ નથી.

Breaking News: Modi Surname માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, સજા પર લગાવ્યો સ્ટે

Supreme Court Hearing: મોદી સરનેમ માનહાનિ કેસ (Modi Surname Defamation Case) માં રાહુલ ગાંધીની મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મોટો ચૂકાદો આપતાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવામાં આવી છે. અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કર્યો હતો. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે રાહુલ ગાંધી પર લાગેલા આરોપ જામીનપાત્ર છે. રાહુલ ગાંધીને આ કેસમાં મોટી રાહત મળી છે. હવે એ સંસદમાં પણ જઈ શકશે. સુરતની કોર્ટે આ કેસમાં મહત્તમ સજા સંભળાવ્યા બાદ આ મામલે જજમેન્ટમાં ખુલાસો ન કરતાં સુપ્રીમમાંથી રાહુલને રાહત મળી છે.  

fallbacks

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ જશે. આ મામલાની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે કરી હતી.

Gold Astrology: સોનું પહેરવાનો શોખ હોય તો જાણી લેજો! કોના માટે છે શુભ કોના માટે અશુભ
પાણી પીવાનો યોગ્ય સમય કયો? ખોટા સમયે પાણી પીવાથી શરીરમાં થાય છે આ ખતરનાક વિપરિત અસર
આ 5 વસ્તુઓ સાથે કારેલા ખાશો તો સમજો શરીરને ફાયદાને બદલે થશે નુકસાન

સુપ્રીમ કોર્ટમાંથી રાહુલ ગાંધીને રાહત મળતાં કોંગ્રેસે કહ્યું કે, આ નફરત વિરૂદ્ધ પ્રેમની જીત છે. સત્યમેવ જયતે- જયહિંદ

રાહુલ ગાંધીના કેસની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચ કરી રહી હતી. રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે ફરિયાદી (પૂર્ણેશ મોદી)ની મૂળ અટક મોદી નથી. તેમની મૂળ અટક ભુટાલા છે. તો પછી આ કેવી રીતે બની શકે. સિંઘવીએ કોર્ટને એમ પણ કહ્યું કે રાહુલ દ્વારા જે લોકોએ નામ લેવામાં આવ્યું તેઓએ કેસ દાખલ કર્યો નથી. તેમણે કહ્યું, આ લોકો કહે છે કે મોદી નામના 13 કરોડ લોકો છે, પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો સમસ્યા માત્ર ભાજપ સાથે જોડાયેલા લોકોને થઈ રહી છે.

પરવળ એવી સબ્જી જે બ્લડ પ્યૂરીફાઇ કરે છે, પરંતુ તેને ખાવાથી થાય છે આ નુકસાન
ઓછા ખર્ચમાં એપ્પલ બોરની ખેતી કરી 6 મહિનામાં જ કરો તગડી કમાણી, આ રીતે થાય છે ખેતી

રાહુલને આપવામાં આવી મહત્તમ સજા
કોર્ટમાં રાહુલ તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ કેસમાં માનહાનિના કેસમાં મહત્તમ સજા આપવામાં આવી છે. આનું પરિણામ એ આવશે કે રાહુલ ગાંધી 8 વર્ષ સુધી જનપ્રતિનિધિ બની શકશે નહીં. તેમણે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે હાઈકોર્ટે 66 દિવસ માટે આદેશ અનામત રાખ્યો છે. રાહુલ લોકસભાના બે સત્રમાં હાજર રહી શક્યા નથી.

Car Tips: શું તમને મુસાફરી દરમિયાન થાય છે Vomiting, આ રહ્યો રામબાણ 'ઇલાજ'
20 વર્ષ સુધી એશ કરાવે છે આ ગ્રહની મહાદશા, રાજા જેવું જીવે છે જીવન

જસ્ટિસ ગવઈએ કહ્યું- પરંતુ ટ્રાયલ જજે મહત્તમ સજા આપી છે
જેના પર જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે પરંતુ ટ્રાયલ જજે મહત્તમ સજા આપી છે. તેનું કારણ પણ વિગતવાર જણાવવામાં આવ્યું નથી. જસ્ટિસ ગવઈએ વધુમાં કહ્યું કે, આવી સજા આપવાથી માત્ર એક વ્યક્તિના જ નહીં પરંતુ સમગ્ર મતવિસ્તારના અધિકારને અસર થઈ રહી છે.

આ ટોટકાથી ધનથી ભરેલી રહેશે તિજોરી, આ છે ધન પ્રાપ્તિના ચમત્કારી ઉપાય
Sunroof Car ખરીદતાં પહેલાં જાણી લેજો ફાયદા અને ગેરફાયદા, 90% ટકા લોકો છે અજાણ
Diet Chart: રહેવું છે તાજુ-માજુ અને તંદુરસ્ત તો ફોલો કરો ICMR નો My Plate કોન્સેપ્ટ

ટ્રાયલ જજે લખ્યું છે કે સંસદ સભ્ય હોવાના આધાર પર આરોપીને કોઈ ખાસ છૂટ આપી શકાય નહીં. ઓર્ડરમાં ઘણી બધી સલાહ પણ આપવામાં આવી છે. હાલમાં ગુજરાતમાંથી ખૂબ જ રસપ્રદ આદેશો આવી રહ્યા છે.

જેઠમલાણીએ કહ્યું કે રાફેલ મામલામાં પણ રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ કહ્યું હતું. બાદમાં તેમણે કોર્ટમાં જવાબ આપ્યો કે તેણે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તેજનાથી આવું બોલ્યું હતું. એટલે કે ત્યારે પણ સીધી ભૂલ સ્વીકારવાને બદલે તેના પર દલીલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખરે કોર્ટના ઠપકા બાદ તેણે બિનશરતી માફી માંગી લીધી હતી.

ઝડપથી ભારતની નાગરિકતા છોડી રહ્યા છે લોકો... જાણો જૂન સુધી કેટલા લોકોએ છોડ્યો દેશ
ગુજરાતી 'ભાઇ' અને 'બેન' માટે પાસપોર્ટ બનાવવામાં પડે છે મુશ્કેલી! જાણો કેમ?

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત
રાહુલ પર આદેશ લખતી વખતે ખંડપીઠે કહ્યું, રાહુલની અપીલ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે, તેથી અમે આ કેસ પર ટિપ્પણી કરીશું નહીં. જ્યાં સુધી રાહુલની સજા પર સ્ટેનો સવાલ છે, ટ્રાયલ કોર્ટે રાહુલને બદનક્ષીની મહત્તમ સજા ફટકારી છે પરંતુ આ માટે કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નથી.

2 વર્ષની સજાને કારણે રાહુલ જનપ્રતિનિધિત્વ કાયદાના દાયરામાં આવી ગયા છે, જો તેની સજા ઓછી હોત તો તેનું સભ્યપદ જતું નહી. રાહુલનું નિવેદન સારું નહોતું એમાં કોઈ શંકા નથી. જાહેર જીવનમાં નિવેદન કરતી વખતે સંયમ રાખવો જોઈએ.

ટ્રાયલ કોર્ટના આ નિર્ણયથી રાહુલ ઉપરાંત તેમના મત વિસ્તારના લોકોના અધિકારો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. તેથી જ જ્યાં સુધી સેશન્સ કોર્ટમાં અપીલ પેન્ડિંગ ન હોય ત્યાં સુધી અમે રાહુલની સજા પર સ્ટે લગાવીએ છીએ.

રાહુલ ગાંધીને તાત્કાલિક રાહત
રાહુલ ગાંધીને આપવામાં આવેલી આ રાહત તાત્કાલિક રાહત છે. જો સેશન્સ કોર્ટ બે વર્ષની સજા સંભળાવે તો આ અયોગ્ય ફરી લાગૂ થઇ જશે. પરંતુ જો રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરે છે અથવા સજાને બે વર્ષથી ઓછી કરે છે, તો સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More