Home> India
Advertisement
Prev
Next

'લોટ હવે 40 રૂપિયા લીટર', રેલીમાં રાહુલ ગાંધીની જીભ લપસી તો થવા લાગ્યા ટ્રોલ

રાહુલ ગાંધીએ કહ્યું કે દૂધ, લોટ, ગેસ સિલિન્ડર, સરસવનું તેલ અને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટો વધારો થયો છે. આ દરમિયાન લોટને લઈને તેમની જીભ લપસી તો તેઓ ટ્રોલ થવા લાગ્યા. તેનો વીડિયો વાયરલ થયો છે. 

'લોટ હવે 40 રૂપિયા લીટર', રેલીમાં રાહુલ ગાંધીની જીભ લપસી તો થવા લાગ્યા ટ્રોલ

નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાન પર કોંગ્રેસની હલ્લાબોલ રેલીને રાહુલ ગાંધીએ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દૂધ, ગેસ સિલિન્ટર, લોટ, સરસવનું તેલ અને પેટ્રોલ ડીઝલની કિંમત અનેક ગણી વધી ગઈ છે. આ દરમિયાન લોટને લઈને તેમની જીભ લપસી તો ટ્રોલ થઈ ગયા. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. 

fallbacks

બોલવામાં રાહુલ ગાંધીથી થઈ ભૂલ
હકીકતમાં રાહુલ ગાંધી લોટના કેટલાક વર્ષો પહેલાના જૂના ભાવ અને આજના ભાવની તુલના કરી રહ્યાં હતા. આ દરમિયાન રાહુલ ગાંધીથી કિલોની જગ્યાએ લીટર બોલાય ગયું. તેમણે કહ્યું કે પહેલા લોટ 22 રૂપિયે લીટર હતો અને આજે 40 રૂપિયા લીટર વેંચાઈ રહ્યો છે. બસ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકો રાહુલ ગાંધીને ટ્રોલ કરવા લાગ્યા. 

 

સોશિયલ મીડિયા પર થયો ટ્રેન્ડ
આ વીડિયોને ઘણા યૂઝર્સે શેર કર્યો છે. ત્યાં સુધી પણ ભાજપના ઘણા નેતાઓએ પોસ્ટ કરતા રાહુલ ગાંધીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર તમામ યૂઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. હકીકતમાં આ સ્પીચ દરમિયાન રાહુલ ગાંધીની જીભ લપસી હતી. તેને કારણે તેમણે કિલોની જગ્યાએ લીટર બોલી દીધુ. ત્યારબાદનો પણ વીડિયો સામે આવ્યો છે, જેમાં રાહુલ ગાંધીએ પોતાની ભૂલ સુધારી લીધી છે. પરંતુ સોશિયલ મીડિયા પર માત્ર એક વાતનો વીડિયો શેર કરી લોકો કટાક્ષ કરી રહ્યાં છે. 

નોંધનીય છે કે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોંઘવારી વિરુદ્ધ હલ્લાબોલ રેલી કરી. આ દરમિયાન કોંગ્રેસના તમામ મોટા નેતા રામલીલા મેદાન પહોંચ્યા હતા. આ રેલીમાં ફરી રાહુલ ગાંધીને કોંગ્રેસે મોટા ચહેરા તરીકે રજૂ કર્યાં છે. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર અનેક પ્રહારો કર્યાં હતા. 

આ પણ વાંચોઃ કરોડપતિ સ્વીપરનું ટીબીથી મોતઃ ન લગ્ન કર્યા, ન કોઈ શોખ રાખ્યો, ખાતામાં રહી ગયા 70 લાખ રૂપિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More