Home> India
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીના હાથમાંથી હવે બધુ ગયું, સંસદ પદ તો ગયું ચૂંટણી લડવા પર પણ પ્રશ્નાર્થ

Rahul Gandhi News:  જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, જો સાંસદો અને ધારાસભ્યોને કોઈ પણ સંજોગોમાં 2 વર્ષથી વધુની સજા થઈ હોય તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે. હવે જો તેમનું સભ્યપદ રદ થયું તો તેઓ ચૂંટણી નહિ લડી શકે તેવુ નિયમ કહે છે

રાહુલ ગાંધીના હાથમાંથી હવે બધુ ગયું, સંસદ પદ તો ગયું ચૂંટણી લડવા પર પણ પ્રશ્નાર્થ

Rahul Gandhi Parliament Membership Rejected: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ કરવામાં આવી છે. લોકસભા સચિવાલયે આ સંબંધમાં શુક્રવારે એક પત્ર જાહેર કર્યો છે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે ગુરુવારે તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. પરંતુ આટલેથી રાહુલ ગાંધીની મુશ્કેલી અટકતી નથી. હવે તો વધુ મુસીબતો આવશે. કારણ કે, રાહુલ ગાંધી 6 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી. કોર્ટે રાહુલને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી છે. આ નિર્ણય બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પર પણ સંકટ ઘેરું બન્યું છે.

fallbacks

6 વર્ષ નહિ લડી શકે ચૂંટણી
વાસ્તવમાં, જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, જો સાંસદો અને ધારાસભ્યોને કોઈ પણ સંજોગોમાં 2 વર્ષથી વધુની સજા થઈ હોય તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે. હવે જો તેમનું સભ્યપદ રદ થયું તો તેઓ ચૂંટણી નહિ લડી શકે તેવુ નિયમ કહે છે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય ગણાય છે.

આ છે અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી : એપ્રિલમાં ભયાનક દિવસો જોવા મળશે

શું છે મોદી સરનેમ કેસ
વર્ષ 2019 માં, રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે 'મોદી જ બધા ચોરોની અટક કેમ છે?' રાહુલના આ નિવેદનને લઈને બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સુરતની સેશન્સ કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી છે. રાહુલને કોર્ટમાંથી તરત જ 30 દિવસના જામીન પણ મળી ગયા હતા. 

વહીવટી તંત્ર દ્વારા સુરતની સેશન્સ કોર્ટના નિર્ણયની નકલ લોકસભા સચિવાલયને મોકલાઈ હતી, જેનો લોકસભા અધ્યક્ષે સ્વીકાર કરતાં જ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરાઈ છે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે, ત્યારબાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. આ રીતે રાહુલ ગાંધી કુલ 6 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.

ભરોસાની ભાજપ સરકારે અમદાવાદીઓનો ભરોસો તોડ્યો : હવે નહિ થાય કર્ણાવતી નામ

રાહુલ પાસે શું વિકલ્પ છે?
રાહુલ ગાંધી માટે સદસ્યતા જાળવી રાખવાના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા નથી. તેઓ તેમની રાહતને હાઈકોર્ટમાં પડકારી શકે છે, જ્યાં સુરત સેશન્સ કોર્ટના નિર્ણય પર સ્ટે આવે તો સભ્યપદ બચાવી શકાય છે. જો હાઈકોર્ટ સ્ટે નહીં આપે તો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડશે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવે તો પણ તેમનું સભ્યપદ બચાવી શકાય છે.

મોરબીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવકને આવ્યો હાર્ટએટેક : ગુજરાતમાં મોતની વધુ એક ઘટના

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More