Home> India
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીને મળ્યો પરમાણુ બોમ્બ, કહ્યું: રિટાયર્ડ થયા તો પણ છોડીશું નહીં

Rahul On Election Commission: વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે રાજ્યોની વિધાનસભા ચૂંટણી પર અમને લાગ્યું કે મતોની ચોરી થઈ છે, પછી અમે તેના પર સંશોધન કરાવ્યું, અને અમારા લેવલે ચેક કરાવ્યું. જેમાં 6 મહિના લાગ્યા અમને જે મળ્યું તે પરમાણુ બોમ્બ છે. જ્યારે તે ફૂંટશે તો ઈલેક્શન કમિશન દેખાશે નહીં.
 

રાહુલ ગાંધીને મળ્યો પરમાણુ બોમ્બ, કહ્યું: રિટાયર્ડ થયા તો પણ છોડીશું નહીં

Rahul On Election Commission: બિહારમાં ઈલેક્શન કમિશનએ વોટર લિસ્ટને લઈને ચાલી રહેવા મોટા સુધારાનો વિપક્ષ જોરશોરથી વિરોધ કરી રહ્યું છે. સંસદમાં વિપક્ષી પક્ષો તેનો સતત વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત, વિપક્ષ ગૃહમાં તેના પર ચર્ચાની પણ માંગ કરી રહ્યું છે. આ દરમિયાન, રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે અમારી પાસે મોટી બાબતો છે, જો આ જાહેર થશે તો ચૂંટણી પંચને દેખાશે નહીં.

fallbacks

ચૂંટણી પંચ અહીં દેખાશે નહીં

રાહુલ ગાંધીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં અમને શંકા હતી, લોકસભા ચૂંટણીમાં અમને શંકા હતી. મહારાષ્ટ્રમાં અમારી શંકાઓ વધુ વધી. રાજ્ય વિધાનસભા ચૂંટણીના સ્તરે, અમને લાગ્યું કે મતોની ચોરી થઈ છે. પછી અમે સંશોધન કર્યું. અમે અમારા સ્તરે તપાસ કરાવી, જેમાં 6 મહિના લાગ્યા. અમને જે મળ્યું છે તે પરમાણુ બોમ્બ છે. જ્યારે તે ફૂટશે, ત્યારે ચૂંટણી પંચ અહીં દેખાશે નહીં. 

અમે અમારા લેવલે તપાસ કરાવી

રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે એક કરોડ મતદારો વિધાનસભા ચૂંટણીમાં સામેલ થયા, ત્યારે અમારી શંકાઓ વધુ ઘેરી થઈ અને પછી અમે અમારા સ્તરે તપાસ કરાવી. આ તપાસમાં અમને જે મળ્યું છે તે પરમાણુ બોમ્બ છે. જ્યારે તે ફૂટશે, ત્યારે તમને ચૂંટણી પંચ દેખાશે નહીં.

દેશમાં ક્યાંય છુપાવવાની જગ્યા નહીં મળે

વિપક્ષી નેતાએ કહ્યું કે ચૂંટણી પંચ ભાજપ માટે મત ચોરી કરી રહ્યું છે. અમારી પાસે આના પૂરા પુરાવા છે. તેમણે કહ્યું કે હું હંમેશા કહેતો આવ્યો છું કે મતની ચોરી થઈ રહી છે અને હવે અમારી પાસે હવે આના જરૂરી પુરાવા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે અમે તેનો ખુલાસો કરીશું, ત્યારે ચૂંટણી પંચને દેશમાં ક્યાંય છુપાવવાની જગ્યા નહીં મળે.

 

ચૂંટણી પંચ કેવી રીતે મત ચોરી કરે છે

તેમણે કહ્યું કે હું આ વાત હળવાશથી નથી કહી રહ્યો. મારી પાસે આના 100 ટકા પુરાવા છે. આખા દેશને ખબર પડશે કે ચૂંટણી પંચ કેવી રીતે મત ચોરી કરે છે અને ભાજપ માટે આ કરે છે. તેમણે કહ્યું કે અમને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને લોકસભા ચૂંટણીમાં ગેરરીતિઓની શંકા હતી અને તે પછી અમે તપાસ હાથ ધરી, જેમાં ઘણી બાબતો બહાર આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More