Home> India
Advertisement
Prev
Next

યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે મારપીટ, રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને કહી આ વાત

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે મારપીટના અહેવાલ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં યુક્રેનના સૈનિકો વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરતા જોવા મળી રહ્યા છે.

યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે મારપીટ, રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને કહી આ વાત

નવી દિલ્હી: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે મારપીટના અહેવાલ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં યુક્રેનના સૈનિકો વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંદીએ પણ વીડિયો શેર કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આપણે આપણા નાગરિકોને આ રીતે છોડી શકીએ નહીં. 

fallbacks

સરકાર શેર કરે પ્લાન
રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે મારી સંવેદનાઓ તે મેડિકલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે છે. જે આ હિંસામાંથી પસાર થઈ રહ્યા છે. કોઈ માતા પિતાએ આ પીડામાંથી પસાર થવું જોઈએ નહીં. ભારત સરકારે તેમને ત્યાંથી કાઢવા માટે તત્કાળ પ્લાન શેર કરવો જોઈએ. સરકારે આ પ્લાન તે વિદ્યાર્થીઓને પણ જણાવવો જોઈએ. આ સાથે જ તેમના માતા પિતા સાથે પણ શેર કરવો જોઈએ. આપણે આપણા નાગરિકોને આ રીતે છોડી શકીએ નહીં. 

અભિયાનમાં આવી રહી છે મુશ્કેલીઓ
મોદી સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે અભિયાન ચલાવી રહી છે. પરંતુ  સરકારને આ અભિયાનમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. અનેક વિદ્યાર્થીઓ બોર્ડર પર અટકેલા છે. સરકાર તેમના સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. પરંતુ રશિયન સેના દ્વારા થઈ રહેલી બોમ્બવર્ષાના કારણે આ કામ મુશ્કેલ બન્યું છે. જ્યારે પોલીન્ડ જઈ રહેલા વિદ્યાર્થીઓની ટુકડી પર હુમલાની ખબર છે. વિદ્યાર્થી ફતેહાબાદના રહીશ છે. રિપોર્ટ્સ મુજબ મારપીટમાં એક વિદ્યાર્થીનો હાથ પણ ભાંગી ગયો છે. 

આ કારણે નારાજ છે યુક્રેન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મદદની અપીલ કરતા ફતેહાબાદની એક વિદ્યાર્થીનીએ વીડિયો બહાર પાડ્યો છે. હુમલાનો ભોગ બનેલી ભારતીય વિદ્યાર્થનીનું કહેવું છે કે હુમલો કરનારા યુક્રેની સૈનિકો હતા અને ભારત દ્વારા યુદ્ધમાં યુક્રેનનો સાથ ન આપવા બદલ તેઓ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા. આ બાજુ મધ્ય પ્રદેશના રાયસેનની એક વિદ્યાર્થીનીએ પણ યુક્રેની સૈનિકોની ગેરવર્તણૂંકનો વીડિયો જારી કર્યો છે. અકળાયેલા સૈનિકો ફક્ત યુક્રેનના લોકોને જ જવા દે છે. બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની બેદર્દીથી પીટાઈ કરી રહ્યા છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More