Home> India
Advertisement
Prev
Next

વિદ્યાર્થીઓ સામે ઉભા રહેવાની હિંતમ પીએમ મોદીમાં નથીઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, પીએમ મોદીમાં યુવાઓ સાથે વાત કરવાનું સાહસ હોવું જોઈએ. તેમણે જણાવવું જોઈએ કે કેમ અર્થવ્યવસ્થા સંકટમાં આવી ગઈ છે. વિદ્યાર્થીઓ સામે ઉભા રહેવાની તેમની હિંમત નથી.

વિદ્યાર્થીઓ સામે ઉભા રહેવાની હિંતમ પીએમ મોદીમાં નથીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાને લઈને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું પીએમ નરેન્દ્ર મોદીને પડકાર આપુ છું કે તેઓ પોલીસ વગર કોઈપણ યુનિવર્સિટીમાં જઈને દેખાડે. તેઓ જણાવે કે, દેશમાં શું કરવા ઈચ્છે છે. તેમણે જેએનયૂ અને જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના વિરોધને લઈને કહ્યું કે, તેમનો અવાજ દબાવી શકાય નહીં. પીએમ મોદીએ તે જવાબ આપવો જોઈએ કે વિદ્યાર્થીઓને અંતે રોજગાર કેમ મળશે અને કેમ દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવશે. 

fallbacks

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, પીએમ મોદીમાં યુવાઓ સાથે વાત કરવાનું સાહસ હોવું જોઈએ. તેમણે જણાવવું જોઈએ કે કેમ અર્થવ્યવસ્થા સંકટમાં આવી ગઈ છે. વિદ્યાર્થીઓ સામે ઉભા રહેવાની તેમની હિંમત નથી. પરંતુ ઘણા વિપક્ષી દળો બેઠકથી દૂર રહ્યાં આ સવાલનો જવાબ રાહુલ ગાંધીએ આપવાનો ટાળ્યો હતો. 

પીએમ જણાવે, કઈ રીતે સુધરશે અર્થવ્યવસ્થા
વિપક્ષી દળોના ઘણા નેતાઓની સાથે મીડિયામાં વાત કરતા તેમણે કહ્યું, દેશના યુવાનોની સમસ્યાઓને ઉકેલવાની જગ્યાએ પીએમ મોદી લોકોનું ધ્યાન ભટકાવવા અને તેમને વિભાજીત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. યુવાનોનો અવાજ યોગ્ય છે, તેમને દબાવવા ન જોઈએ. સરકારે તેમની વાત સાંભળવી જોઈએ. પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાત કરવી જોઈએ કે દેશની અર્થવ્યવસ્થાને સુધારવા અને નોકરીઓ આપવા માટે શું કરી રહ્યાં છે. 

મોંઘવારીથી હાહાકાર, ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર વધીને 7.35 ટકા થયો 

23, 26 અને 30 જાન્યુઆરીએ રસ્તા પર ઉતરશે વિપક્ષી
વામપંથી દળ સીપીઆઈના નેતા ડી. રાજાએ જણાવ્યું કે, વિપક્ષી દળોએ 23, 26 અને 30 જાન્યુઆરીએ નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી વિરુદ્ધ આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, આ આંદોલન 'દેશ બચાવો, લોકતંત્ર બચાવો, સંવિધાન બચાવો'ના નારાની સાથે કરવામાં આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ભારતના અન્ય મહત્વના સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More