Home> India
Advertisement
Prev
Next

Corona: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના વાયરસ (Rahul Gandhi Corona Positive) થી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરી આ જાણકારી આપી છે.

Corona: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના વાયરસ (Rahul Gandhi Corona Positive) થી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, હળવા લક્ષણ દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો, મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે કોરોના પ્રોટોકોલનું પાલન કરે અને સુરક્ષિત રહે. 

fallbacks

મુખ્યમંત્રી કેજરીવાલના પત્ની પણ સંક્રમિત
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજધાનીમાં લૉકડાઉન પણ લાગૂ કરી દેવામાં આવ્યું છે. આ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 

અરવિંદ કેજરીવાલ પણ થયા ક્વોરેન્ટીન
કોરોના પોઝિટિવ આવ્યા બાદ સુનીતા કેજરીવાલ ઘરમાં આઈસોલેટ થઈ ગયા છે. પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતા મુખ્યમંત્રી કેજરીવાલ પણ ક્વોરેન્ટીન થઈ ગયા છે. 

Corona: UP ના 5 શહેરોમાં લોકડાઉનના HC ના આદેશ પર સુપ્રીમની રોક, સરકારની વિકેન્ડ લોકડાઉનની જાહેરાત

મહત્વનું છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના કેસમાં ખુબ વધારો થઈ રહ્યો છે. સોમવારે અહીં 23686 લોકો સંક્રમિત થયા અને 240ના મોત થયા હતા. આ પહેલા સોમવારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા પણ સંક્રમિત થયા હતા. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More