નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ઈશારા ઈશારામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને તાનાશાહ કહી દીધા છે. તેમણે ટ્વીટ કરીને M થી શરૂ થતા 7 તાનાશાહના નામ ગણાવ્યાં.
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ કરીને કહ્યું કે શાં માટે અનેક તાનાશાહના નામ એવા છે જે M થી શરૂ થાય છે? ટ્વીટમાં રાહુલ ગાંધીએ 7 નામ પણ ગણાવ્યાં જેમાં માર્કોસ, મુસોલિની, મિલોસેવી, મુબારક, મોબુતુ, મુશર્રફ અને માઈકોમ્બરોના નામ પણ સામેલ છે. પીએમ નરેન્દ્ર મોદીના નામમાં પણ M આવે છે. જેથી એવું કહેવાય છે કે તેમણે ઈશારા ઈશારામાં પીએમ મોદી (PM Narendra Modi) વિશે પણ વાત કરી છે.
Why do so many dictators have names that begin with M ?
Marcos
Mussolini
Milošević
Mubarak
Mobutu
Musharraf
Micombero— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2021
અત્રે જણાવવાનું કે હાલમાં મ્યાન્મારમાં સૈન્ય તખ્તાપલટ જોવા મળ્યો છે. મ્યાન્મારના સેના પ્રમુખનું નામ પણ મિન આંગ લાઈંગ (Min Aung Hlaing) છે. જે અંગ્રેજીના M અક્ષરથી શરૂ થઈ રહ્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે