Home> India
Advertisement
Prev
Next

કોરોનાકાળમાં વિદેશથી આવતી મદદ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- 'આ દયનીય'

ભારતમાં કોરોના વાયરસનો ભયંકર પ્રકોપ છે, હોસ્પિટલોમાં દર્દીઓને બેડ ઉપરાંત ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે અન્ય દેશોથી સતત ભારતને મદદ પહોંચી રહી છે. પરંતુ આ અંગે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

કોરોનાકાળમાં વિદેશથી આવતી મદદ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- 'આ દયનીય'

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો ભયંકર પ્રકોપ છે, હોસ્પિટલોમાં દર્દીઓને બેડ ઉપરાંત ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે અન્ય દેશોથી સતત ભારતને મદદ પહોંચી રહી છે. પરંતુ આ અંગે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને યોગ્ય રીતે કામ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. 

fallbacks

વિદેશી મદદ પર છાતી ઠોકવી દયનીય-રાહુલ ગાંધી
વિદેશી મદદ અંગે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે વિદેશોમાંથી મળી રહેલી મદદ પર ભારત સરકાર વારંવાર પોતાની છાતી ઠોકે છે તે દયનીય છે. જો ભારત સરકારે પોતાનું કામ બરાબર કર્યું હોત તો આ સ્થિતિ ન આવત. 

આ હોસ્પિટલમાં કોરોનાનું તાંડવ, સ્ટાફના અનેક સભ્યો પોઝિટિવ, સર્જનનું મોત

ભાજપે 'વસુધૈવ કુટુંબકમ' ભાવના ગણાવી
વિદેશોમાંથી સતત મદદનો જે ધોધ વહી રહ્યો છે તેને લઈને ભાજપે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને તને વસુધૈવ કુટુંબકમની ભાવના ગણાવી. ભાજપે પોતાની ટ્વીટમાં લખ્યું કે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી સતત માનવતાનું કલ્યાણ થઈ રહ્યું છે. ભારતે કોવિડના સમયમાં જરૂરી દવાઓ અને સ્વદેશી રસી આપીને વિશ્વભરના દેશોને મદદ પહોંચાડી હતી. હવે દુનિયા આ ભાવનાનું સન્માન કરતા ભારત તરફ મદદનો હાથ આગળ વધારી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More