UP News: લોકસભા ચૂંટણી 2024ને લઈને તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી છે, આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે કહ્યુ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે. આ સાથે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાના છે. જ્યાંથી પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની ઈચ્છા હશે, તે ત્યાંથી લડશે. પ્રિયંકા જી ઈચ્છે તો વારાણસીથી ચૂંટણી લડી શકે છે. અમારા એક-એક કાર્યકર્તા તેમના માટે જીવ લગાવી દેશે. તો આ દરમિયાન અજય રાયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર પણ હુમલો કર્યો છે, તેમણે કહ્યું કે તે 13 રૂપિયા કિલો ખાંડ અપાવી રહ્યાં હતા, હવે ક્યાં છે.
નોંધનીય છે કે અમેઠી કોંગ્રેસની સીટ રહી હતી પરંતુ વર્ષ 2019ની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત કર્યો હતો. અમેઠી લોકસભા સીટ પર યોજાયેલી ચૂંટણીમાં રાહુલ ગાંધીનો સ્મૃતિ ઈરાની સામે પરાજય થયો હતો. અમેઠી લોકસભા સીટ કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે. આ સીટ પરથી સંજય ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી, સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી જીતી ચુક્યા છે. આ સિવાય અમેઠી લોકસભા સીટથી રાહુલ ગાંધી ત્રણ વખત સાંસદ રહી ચુક્યા છે.
#WATCH राहुल गांधी अमेठी से चुनाव लड़ेंगे। प्रियंका जी चाहें तो वाराणसी से चुनाव लड़ सकती हैं, हमारा एक एक कार्यकर्ता उनके लिए जान लगा देगा: उत्तर प्रदेश कांग्रेस अध्यक्ष अजय राय pic.twitter.com/yjHH4XrCxs
— ANI_HindiNews (@AHindinews) August 18, 2023
વર્તમાનમાં રાહુલ ગાંધી કેરલની વાયનાડ સીટથી સાંસદ છે. રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સીપીઆઈના પીપી સુનીરને લાખો મતના અંતરથી હરાવ્યા હતા. હવે યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાયના નિવેદનથી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે રાહુલ ગાંધી ફરી અમેઠીમાં ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. હાલમાં મોદી સરનેમ મામલામાં રાહુલનું સંસદનું સભ્યપદ સ્થગિત થયા બાદ ફરી મળ્યું છે. તેમને માનહાનિ કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવી દીધુ હતું.
આ પણ વાંચોઃ Gold Price Today: સોના-ચાંદીની ચમક વધી, આજે ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ કિંમત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે