નવી દિલ્હી: IIT, NIT અને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે સમગ્ર દેશમાં JEE મેન પરીક્ષા આયોજિત કરી છે. 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી યોજાનારી આ પરીક્ષાને લઇને હવે રાહુલ ગાંધીએ પણ સવાલો ઉભા કર્યા છે.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ઉઠાવ્યો સવાલ
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેન્દ્ર પર ઉઠાવ્યો સવાલ અને કહ્યું કે મોદી સરકાર (Modi Govt) ભારતના ભવિષ્યને જોખમમાં મુકી રહી છે. JEE-NEET ઉમેદવારોની ચિંતાની અવગણવામાં કરી રહ્યા છે.
આ પણ વાંચો:- Facebookની ટીમ કરે છે ભેદભાવ, PMને આપે છે ગાળો... સરકારનો ઝુકરબર્ગને પત્ર
નોકરી આપો, ખાલી નારા નહીં- રાહુલ ગાંધી
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટ્વિટ કરી લખ્યુ છે કે, મોદી સરકાર ભારતના ભવિષ્યને જોખમમાં મુકી રહી છે. અહંકાર તેમને જેઈઈ-એનઈઈટી ઉમેદવારોની વાસ્તવિક ચિંતાઓની સાથે સાથે એસએસસી અને અન્ય પરીક્ષા આપવાની માંગની અવગણવામાં કરી રહ્યા છે. નોકરી આપો, ખાલી નારા નહીં.
આ પણ વાંચો:- ભારતની આ છે સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ, જેણે ચીનના 500 સૈનિકોને ભગાડ્યા
Modi Govt is jeopardising India's future.
Arrogance is making them ignore the genuine concerns of the JEE-NEET aspirants as well as the demands of those who took SSC and other exams.
Give jobs, not empty slogans.#SpeakUpForSSCRailwayStudents
— Rahul Gandhi (@RahulGandhi) September 1, 2020
આજથી JEE મેન પરીક્ષા શરૂ
IIT, NIT અને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે આજે સમગ્ર દેશમાં JEE મેન પરીક્ષા શરૂ થઇ છે. 6 સપ્ટેમ્બર સુધી યોજનારા JEE મને પરીક્ષા માટે 660 કેન્દ્ર બનાવાયા છે. 9 લાખ 53 હજાર વિદ્યાર્થીઓ તેના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આ પણ વાંચો:- હવે એક-એક ઈંચ જમીન માટે માર ખાશે ચીન! ભારતે કરી છે આ તૈયારી
અધિકારીઓનું કહેવું છે કે, JEE પરીક્ષાનું આયોજનમાં તમામ જરૂરી ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવશે. કોરોના સંક્રમણના કારણે પરીક્ષા કેન્દ્રો પર ચેકિંગ અને સેનિટાઇઝેશનમાં વધારે સમય લાગી રહ્યો છે. એટલા માટે ઉમેદવારોને સલાહ આપી છે કે, તેઓ પરીક્ષા શરૂ થાય તે પહેલા ઓછામાં ઓછા 1 કલાક પહેલા સેન્ટર પર પહોંચી જાય.
આ પણ વાંચો:- Indian Armyએ બ્લેક ટોપથી ચીનના કેમેરા અને સર્વેલન્સ સિસ્ટમને હટાવી
ઉમેદવારોને આપેલા સ્લોટનું પાલન કરી માત્ર તેમના નિર્ધારિત સમય પર સેન્ટર પહોંચે. IIT અને એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન માટે સમગ્ર દેશમાં JEE મેનની પરીક્ષા આપી રહેલા ઉમેદવારો માટે કોરોનાથી બચાવ માટે કડક નિયમ લાગુ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે