Railway Kavach Technique: ભારતીય રેલવે માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો. રેલવે એ કવચ ટેક્નોલોજીનું સફળતાથી પરીક્ષણ કર્યું. બે ટ્રેનોને આમને સામને દોડાવવામાં આવી. જેમાંથી એક ટ્રેનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે હાજર રહ્યા હતા. જ્યારે બીજી ટ્રેનમાં રેલવે બોર્ડના ચેરમેન સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા. રેલવે મંત્રીએ અશ્વિની વૈષ્ણવે આ પરીક્ષણના વીડિયો ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા છે.
જે ટ્રેનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સવાર હતા, તે ટ્રેન સામેથી આવી રહેલી ટ્રેનથી 350 મીટર પહેલા જ અટકી ગઈ. કવચ ટેક્નોલોજીના કારણે જ આ ટ્રેનમાં આપોઆપ બ્રેક લાગી ગઈ. રેલવે મંત્રી દ્વારા એક મિનિટનો વીડિયો શેર કરાયો છે. જેમાં લોકાપાયલટવાળી કેબિનમાં રેલવે મંત્રી સહિત અન્ય અધિકારીઓ જોવા મળી રહ્યા છે.
Rear-end collision testing is successful.
Kavach automatically stopped the Loco before 380m of other Loco at the front.#BharatKaKavach pic.twitter.com/GNL7DJZL9F— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 4, 2022
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને કહ્યું કે 'રિયર એન્ડ ટક્કર પરીક્ષણ સફળ રહ્યું છે. કવચે અન્ય લોકોથી 380 મીટર પહેલા જ લોકોને સ્વચાલિત રીતથી અટકાવી દીધુ.' અત્રે જણાવવાનું કે ભારતીય રેલવે સતત કવચ ટેક્નોલોજી પર કામ કરી રહી હતી. જે હેઠળ તે ભવિષ્યમાં ઝીરો એક્સિડન્ટના લક્ષ્યાંક તરફ આગળ વધી રહી છે. આ હેઠળ જ શુક્રવારે ટ્રેન ટક્કર સુરક્ષા પ્રણાલી કવચનું પરીક્ષણ કરાયું.
Russia Ukraine War: આખરે મોદીના મનમાં શું ચાલી રહ્યું છે? ભારતીય PM ના સ્ટેન્ડથી કન્ફ્યૂઝ થયું QUAD
અનેક વર્ષના રિસર્ચ બાદ ડેવલપ થઈ છે ટેક્નોલોજી
રેલવે મંત્રાલયે અનેક વર્ષના રિસર્ચ બાદ આ ટેક્નોલોજી ડેવલપ કરી છે. ભારતીય રેલવે દ્વારા વિક્સિત આ કવચ ટેક્નોલોજીને દુનિયાની સૌથી સસ્તી સ્વચાલિત ટ્રેન ટક્કર સુરક્ષા પ્રણાલી ગણવામાં આવી રહી છે. 'ઝીરો એક્સિડન્ટ' ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આ ટેક્નોલોજી રેલવેને મદદ કરશે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે લાલ સિગ્નલ પાર થતા જ ટ્રેનમાં આપોઆપ બ્રેક લાગી જશે. આ સાથે જ પાંચ કિલોમીટરના દાયરામાં તમામ ટ્રેન બંધ થઈ જશે. તથા પાછળ આવનારી ટ્રેનને પણ કવચ બચાવી લેશે.
Russia Ukraine War: યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
આ રીતે કામ કરશે સિસ્ટમ
અધિકારીઓના જણાવ્યાં મુજબ ડ્રાઈવર દ્વારા આ પ્રકારની ચૂક થવા પર કવચ સૌથી પહેલા ઓડિયો વીડિયોના માધ્યમથી અલર્ટ કરશે. કોઈ રિસ્પોન્સ ન મળવા પર ટ્રેનમાં ઓટોમેટિક બ્રેક લાગી જશે. આ સાથે જ આ સિસ્ટમ ટ્રેનને ફિક્સ્ડ સેક્શન સ્પીડથી વધુ ઝડપથી દોડવા દેશે નહીં. કવચમાં આરએફઆઈડી ડિવાઈઝ ટ્રેનના એન્જિનની અંદર, સિગ્નલ સિસ્ટમ, રેલવે સ્ટેશન પર લગાવવામાં આવશે. કવચ ટેક્નોલોજી જીપીએસ, રેડિયો ફ્રિક્વન્સી જેવી સિસ્ટમ પર કામ કરશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે