નવી દિલ્હી/અમદાવાદઃ કોરોના વાયરસને કારણે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા માટે રેલવેએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ હેઠળ ઘણા શહેરોમાં રેલવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત 50 રૂપિયા નક્કી કરવામાં આવી છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, દેશના આશરે 250 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. અધિકારીએ આગળ કહ્યું કે, પશ્ચિમ રેલવેએ મુંબઈ સિવાય વડોદરા, અમદાવાદ, રતલામ, રાજકોટ અને ભાવનગર રેલવે સ્ટેશનો માટે પ્લેટફોર્મ ટિકિટનું ભાડું 50 રૂપિયા સુધી વધારી દીધું છે. તેમણે કહ્યું કે, પ્લેટફોર્મ ટિકિટોની કિંમતમાં વધારાનો નિર્ણય રેલવે પરિસરમાં લોકોની વધારાની ભીડ રોકવા માટે એક અસ્થાયી પગલું છે.
ગુજરાતના જે ચાર બિન-ઉપનગરીય સ્ટેશન સ્ટેશનોના પ્લેટફરોમની ટિકિટનો ભાવ વધ્યો છે, તેમાં અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામખ્યાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, સાબરમતી (એસબીટી) અને સાબરમતી (એસબીઆઈબી) સામેલ છે.
રતલામ રેલ મંડળના તમામ સ્ટેશનો પર વધ્યા ટિકિટના ભાવ
આ સિવાય મધ્ય પ્રદેશના રતલામ રેલ મંડળના 139 સ્ટેશનો પર પણ આ વ્યવસ્થા લાગૂ કરવામાં આવી છે. રતલામ મંડળની અંદર આવનારા સ્ટેશનોમાં પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. આ પહેલા પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં ટ્રેનાનું વાતાનુકૂલિત યાત્રી કોચનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયમ પર ફિક્સ કરવાનો આદેશ આપ્યો હતો. જેથી યાત્રીકોને ધાબળાની જરૂર ન પડે.
મુંબઈના તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો
રતલામ રેલ મંડળની અંદર આવતા તમામ સ્ટેશનોને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. બીજીતરફ મુંબઈના તમામ સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં આ સમયે કોરોનાના સૌથી વધુ 39 મામલા સામે આવ્યા છે. તો મુંબઈમાં મંગળવારે સવારે એક દર્દીનું મોત થયું હતું.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે