Home> India
Advertisement
Prev
Next

છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘરે દરોડા, મહાદેવ બેટિંગ એપ મુદ્દે ED બાદ હવે CBIની પણ એન્ટ્રી

અમદાવાદમાં 8 અને 9 એપ્રિલના રોજ AICCની એક મહત્વની બેઠક થવાની છે પરંતુ તે પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે સીબીઆઈની ટીમ પહોંચી છે. 

છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘરે દરોડા, મહાદેવ બેટિંગ એપ મુદ્દે ED  બાદ હવે CBIની પણ એન્ટ્રી

છત્તીસગઢના પાટનગર રાયપુર અને ભિલાઈમાં સીબીઆઈની ટીમના દરોડાના અહેવાલ સામે આવી રહ્યા છે. સીબીઆઈએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે અને આઈપીએસ અધિકારી આરિફ શેખના ઘરે રેડની કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટ્સ મુજબ સીબીઆઈ વિનોદ વર્માના ઘરે પણ રેડ મારી શકે છે. સીબીઆઈના અધિકારીઓ સવાર સવારમાં ભિલાઈ અને રાયપુર સ્થિત ઘરે પહોંચ્યા. આ અગાઉ પણ ઈડીની ટીમે આ સમયે દરોડા માર્યા હતા. 

fallbacks

સીડી કાંડ મામલે સીબીઆઈએ રિવિઝન પીટીશન દાખલ કરી હતી. આ અગાઉ પહેલા કોર્ટે સીડી કાંડ મામલે ભૂપેશ બઘેલને આરોપ મુક્ત કર્યા હતા. રિવિઝિન પીટીશન પર સુનાવણી 4 એપ્રિલે થવાની છે. સુનાવણી પહેલા સીબીઆઈના અધિકારી પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘરે પહોંચી ગયા. 

ભૂપેશ  બઘેલના કાર્યાલયે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા લખ્યું કે હવે સીબીઆઈ આવી છે. આગામી 8 અને 9 એપ્લિલે અમદાવાદમાં થનારી AICC ની બેઠક માટે બનાવવામાં આવેલી ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક માટે આજે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનો દિલ્હી જવાનો કાર્યક્રમ છે. તે પહેલા જ સીબીઆઈ રાયપુર અને ભિલાઈ નિવાસ પહોંચી ચૂકી છે. 

શું છે મહાદેવ બેટિંગ એપ?
મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવેલી એપ છે. જેના પર યૂઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામથી લાઈવ ગેમ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ જેવા ખેલો અને ચૂંટણીમાં પણ ગેરકાયદેસર સટ્ટો રમાતો હતો. સટ્ટાના નેટવર્ક દ્વારા આ એપની જાળ એવી તે ફેલાઈ કે સૌથી વધુ ખાતા છત્તીસગઢમાં ખુલ્યા. આ એપથી ફ્રોડ માટે એક આખી રૂપરેખા તૈયાર થઈ હતી. 

હકીકતમાં મહાદેવ બેટિંગ એપ અનેક બ્રાન્ચથી ચાલતી હતી. દરેક બ્રાન્ચને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ ફેન્ચાઈઝી તરીકે વેચતા હતા. યૂઝરને ફક્ત શરૂઆતમાં ફાયદો થતો અને પછી નુકસાનમાં પટકાતા હતા. ફાયદાના 80 ટકા ભાગ બંને પોતાની પાસે રાખતા હતા. સટ્ટાબાજી એપ  રેકેટ એક એવા મશીન તરીકે કામ કરે છે જેમાં ઓલ્ગોરિધમ એ નક્કી કરે છે કે એપમાં પૈસા લગાવનારા ફક્ત 30 ટકા ગ્રાહકો જ જીતે. 

અત્રે જણાવવાનું કે ઈડીએ ભૂપેશ બઘેલના ઘરે પુષ્કળ પ્રમાણમાં કેશ મળી આવી હોવાનો દાવો કર્યો હતો. તેની ગણતરી માટે ઈડીના અધિકારીઓએ બે કેશ ગણવાની મશીન મંગાવી હતી. ઈડીએ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે સંકળાયેલા એક પરિસરથી કેટલાક ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ અને દસ્તાવેજ પણ જપ્ત કર્યા હતા. આ મામલો દારૂ કૌભાંડ સાથે જોડાયેલો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More