Home> India
Advertisement
Prev
Next

Raj Kundra Case: Umesh Kamat અને Yash Thakur ની ચેટ્સથી વિસ્ફોટક ખુલાસો, અભિનેત્રી ગહેના વિશે કરી હતી આ વાત

ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી ગહેના વશિષ્ઠની 7 ફેબ્રુઆરી 2021ના રોજ ધરપકડ કરી હતી. ગહેના પર આરોપ છે કે તેણે એક વેબસાઈટ માટે પોર્ન વીડયો શૂટ કરવાનું અને તેને અપલોડ કરવાનું કામ કર્યું.

Raj Kundra Case: Umesh Kamat અને Yash Thakur ની ચેટ્સથી વિસ્ફોટક ખુલાસો, અભિનેત્રી ગહેના વિશે કરી હતી આ વાત

નવી દિલ્હી: ઝી ન્યૂઝ પાસે હવે એવી ચેટ્સ આવી છે જે આ તસવીરને બિલકુલ સ્પષ્ટ કરી રહી છે કે ગહેના વશિષ્ઠ કે જે રાજ કુન્દ્રાની ધરપકડ બાદથી સતત તેનો બચાવ કરતી આવી છે, તેની જ્યારે 7 ફેબ્રુઆરીએ ધરપકડ થઈ હતી ત્યારે રાજ કુન્દ્રાના પૂર્વ પીએ ઉમેશ કામત અને પોર્નોગ્રાફી સાથે જોડાયેલું મોટું નામ યશ ઠાકુર બંને ખુબ જ ગભરાઈ ગયા હતા. યશ ઠાકુર Nuefliks નામનું પોર્નોગ્રાફી ડિજિટલ પ્લેટફોર્મ ચલાવતો હતો. 

fallbacks

અત્રે જણાવવાનું કે ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી ગહેના વશિષ્ઠની 7 ફેબ્રુઆરી 2021ના રોજ ધરપકડ કરી હતી. ગહેના પર આરોપ છે કે તેણે એક વેબસાઈટ માટે પોર્ન વીડયો શૂટ કરવાનું અને તેને અપલોડ કરવાનું કામ કર્યું. ગહેનાને વેબ સિરીઝ ગંદી બાતથી ફેમ મળી હતી. 

આ પહેલા તમે 7 ફેબ્રુઆરીની ચેટ વિશે જાણો. જે ગહેના વશિષ્ઠની ધરપકડ થયા બાદ ઉમેશ કામત અને યશ ઠાકુર વચ્ચે થઈ હતી. 

ગહેનાની ધરપકડ પર ઉમેશે યશને શું કહ્યું...

યશ ઠાકુર- ગહેનાની ધરપકડ થઈ છે. મને 8 લાખ રૂપિયા જોઈએ છે, આજે રાત સુધીમાં તેને છોડાવવા માટે. 

ઉમેશ કામત- પરંતુ બેંકમાંથી કાઢીશું કેવી રીતે? હાલ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. તમે જણાવો શું કરું?

મીડિયામાં રિપોર્ટ્સ આવવાથી ગભરાયા યશ અને ઉમેશ

યશ ઠાકુર- મીડિયાએ ન્યૂઝ પબ્લિશ કરી દીધા છે. આ ખુબ લાંબો લફડો છે. 

ઉમેશ કામત- Nuefliks નું નામ આવ્યું?
 
- યશ ઠાકુર- અત્યાર સુધી તો નહીં. પરંતુ તે કોર્ટમાં જશે તો બધાના નામ જણાવી દેશે. HotShots, તમારું (ઉમેશ કામત), Nuefliks નું. બહાર તો કાઢવી પડશે તેને, નહીં તો ખબર નહીં આ મુસીબત શું વળાંક લેશે.

Raj Kundra Case: પતિની ધરપકડ પર Shilpa Shetty એ મૌન તોડ્યું, કહ્યું- બનેવી કરતો હતો ગંદુ કામ

યશ ઠાકુરે આગળ કહ્યું કે પરંતુ આ મારો શક હજુ પણ આ જ છે, તમે જાણકારી મેળવો, જ્યારે ગહેનાની પાસે Nuefliks નો કોઈ પ્રોજેક્ટ હતો જ નહીં તો HotHit ની કાસ્ટિંગ માટે પોલીસે જે ટ્રેપ સેટ કર્યો હતો, તેને ગહેના કેમ રિપ્લાય કરી રહી છે? કાં તો ગહેનાનું Hothit સાથે Linked છે. જો રોવા ઉર્ફે યાસ્મીને તમારું (ઉમેશ ઠાકુર), ગહેનાનું, મુકેશનું નામ લીધુ હોત તો પોલીસ ફક્ત ગહેનાના ઘરે જ કેમ જાત?

ઉમેશ કામતે શિમલામાં શુટિંગની વાત કરી હતી
થોડી વાતચીત બાદ યશ ઠાકુર, ગહેનાની ધરપકડના ન્યૂઝની લિંક પોસ્ટ કરે છે. જેના પર ઉમેશ કામત કહે છે કે હું વિચારી રહ્યો છું કે એક મહિના માટે શિમલા જતો રહું, ત્યાં શુટિંગ પણ કરી લઈશ. 

યશ ઠાકુર- બેસ્ટ છે, તમે સેફ રહેશો તો મારા દિમાગને પણ શાંતિ મળશે. 

ઉમેશ કામત- હું નીકળું છું તો પછી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More