Home> India
Advertisement
Prev
Next

3 તારીખ સુધી મસ્જિદોમાંથી હટાવો લાઉડસ્પીકર, રાજ ઠાકરેએ આપ્યું અલ્ટીમેટમ

રાજ ઠાકરે કટ્ટર હિન્દુત્વવાદી છબી માટે જાણીતા છે અને તે આ પહેલાં પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો મુદ્દો ઉઠાવી ચુક્યા છે. પરંતુ આ વખતે તેમણે અઝાનના જવાબમાં હનુમાન ચાલીસા વગાડવાની વાત કહી છે. 

3 તારીખ સુધી મસ્જિદોમાંથી હટાવો લાઉડસ્પીકર, રાજ ઠાકરેએ આપ્યું અલ્ટીમેટમ

મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવીને ફરી ચર્ચામાં છે. તેમણે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો મુદ્દો થોડા દિવસ પહેલાં ઉઠાવ્યો હતો, બાદમાં દેશભરમાં તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. 

fallbacks

કેસ દાખલ થવાથી નથી ડરતો
તેમણે પોતાના નવા નિવેદનમાં કહ્યું કે લાઉડસ્પીકરથી બાળકોને તકલીફ ન થવી જોઈએ. જો તે માટે મારા પર કેસ થાય તો પણ વાંધો નથી. તેમણે કહ્યું કે, પહેલાથી મારા વિરુદ્ધ 125 કેસ છે. રાજ ઠાકરેએ કહ્યુ કે, મુસ્લિમ લોકોએ પ્રાર્થના કરવી છે તો પોતાના ઘરોમાં કરે, રસ્તા પર નહીં. તેમણે અલ્ટીમેટમ આપતા કહ્યુ કે, 3 તારીખે ઈદ છે, ત્યાં સુધી લાઉડસ્પીકર ન હટ્યા તો જગ્યાએ-જગ્યાએ હનુમાન ચાલીસા વાગશે. 

રાજ ઠાકરેએ કહ્યુ કે, ફેસ્ટિવલ એક દિવસનો હોય છે, પૂરા 365 દિવસ ન હોઈ શકે. તેમણે કહ્યું કે તોફાનો નથી જોતા, સારૂ વાતાવરણ જોઈએ. ઠાકરેએ કહ્યું કે મુસ્લિમ ભાઈઓને વિનંતી છે કે તે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નીચે ઉતારે. રાજ ઠાકરેએ બે એપ્રિલે શિવાજી પાર્કમાં ગુડી પડવાની રેલી દરમિયાન કહ્યુ હતુ કે તે મસ્જિદો ઉપરથી લાઉડસ્પીકરથી અઝાનના જવાબમાં હનુમાન ચાલીસા શરૂ કરશું. ત્યારબાદ દેશભરમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. 

આ પણ વાંચોઃ Deoghar Ropeway Mishap: રોપવે દુર્ઘટના બાદ કેન્દ્રનો નિર્દેશ, બધાએ કરવું પડશે આ નિયમોનું પાલન

શરદ પવાર પર સાધ્યુ નિશાન
રાજ ઠાકરેએ શરદ પવાર પર નિશાન સાધતા કહ્યુ કે, તેમણે વારંવાર પોતાની ભૂમિકા બદલી છે. હિન્દુત્વ વિશે મેં કોઈ આજે સ્ટેન્ડ લીધુ નથી પરંતુ હંમેશા પોતાની ભૂમિકા બદલનારા શરદ પવાર આજે અમારા પર નિશાન સાધી રહ્યા છે. જ્યારે પાકિસ્તાની કલાકારોનો મુદ્દો આવ્યો તો સૌથી આગળ અમારૂ મનસે હતું. 

રાજ ઠાકરેએ કહ્યુ કે જો મહારાષ્ટ્ર શિવાજી મહારાજનું છે તો કેમ શરદ પવાર શિવાજી મહારાજનું નામ લેતા નથી. છત્રપતિ શિવાજી મહારાજનો ધ્વજ પણ ભગવો છે. તેમણે કહ્યું ચૂંટણી પહેલા મરાઠા અનામતને મુદ્દો બનાવ્યો હતો પરંતુ હવે તે ક્યાં ગયો? માત્ર ચૂંટણી માટે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ ખોટો ફોટો ટ્વીટ કરી ફસાયા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, દાખલ થયો કેસ

હવે આ લોકો ઓબીસીનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે અને પોતાના સ્વાર્થ માટે મહારાષ્ટ્રને વિનાશ તરફ લઈ જશે. તેના કારણે આજે ઘણા લોકો જેલમાં છે અને તેના બધા તહેવાર આ લોકોને કારણે ખરાબ થયા છે. ક્યારેક તેણે પણ જેલમાં જવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More